ફેમિલી પ્લાનિંગ આસોસીએસન ઓફ ઈન્ડિયા દ્વારા “વિશ્વ આરોગ્ય દિવસ” નિમિતે અઠવાડીયા ની ઉજવણી ના ભાગ રૂપે તારીખ 8/4/2023 ના રોજ “કુટુંબ નિયોજન અને પ્રજનન આરોગ્ય કેન્દ્ર”, મિર્જાપુર, અમદાવાદ ખાતે મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ માં આંખ ની તપાસ અને ચશ્મા વિતરણ, ગાયનેક તપાસ તેમજ ગર્ભનિરોધક સાધનો ની સેવાઓ, વ્યંધત્વ નિવારણ, સરવાઈકલ અને સ્તન કેન્સર ની તપાસ, લેબોરેટરી સેવાઓ આપવામાં આવેલ. સમગ્ર કેમ્પનું સંચાલન ડો. કાશ્મીરાબેન દ્વારા કરવામાં આવેલ. આ કેમ્પમાં સંસ્થાના પ્રેસિડેંટ ડો. મિતેશ પટેલ, જનરલ મેનેજર સુરેશ મરાઠા અને પ્રોગ્રામ ઓફિસર ડો. નેહા લુહાર ઉપસ્થિત રહ્યા હતા. આશરે 150 થી વધારે લોકો એ કેમ્પ ની સેવાનો લાભ લીધો હતો.