કડાણા જળાશયમાંથી મહી નદીમાં પાણી છોડતા વડોદરા જિલ્લાના 4 તાલુકાના ૪૫ ગામ કરાયા એલર્ટ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
2 Min Read
Share this Article

Gujarat News: ઉપરવાસમાં સ્ત્રાવ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાથી કડાણા જળાશયમાં પાણીની આવક થઇ રહી છે તેમજ મહી બજાજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તથા અનાસ નદીમાં પાણીની આવક માં વધારો થઇ રહ્યો છે. કડાણાબંધની સુરક્ષા તથા ઉપરવાસમાં મહીબજાજ ડેમ માથી હાલમાં ૪,૪૩,૯૧૦ ક્યુસેક તથા અનાસમાંથી ૪,૩૭,૦૨૩ કયુસેક પાણી છોડવામાં આવેલ છે.

જેને ધ્યાને લેતા કુલ ૮,૮૦,૯૩૩ કયુસેક પાણી ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહ ધ્યાનમાં લેતા હાલમાં કડાણા ડેમમાંથી ૭,૫૦,૦૦૦ કયુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

તેને વધારી તા. ૧૭/૦૯/૨૦૨૩ ના રોજ બપોરના ચાર કલાકે ઉપરવાસમાથી આવતા પાણીના પ્રવાહને ધ્યાને લેતા કડાણાડેમ માંથી વધુમાં વધુ ૧૦.૫૦ લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાનું આયોજન છે.જેને ધ્યાનમાં લઈ વડોદરા જિલ્લાના મહીકાંઠાના ડેસર તાલુકાના ૧૨,સાવલીના ૧૪,વડોદરા ગ્રામ્યના ૦૯ અને પાદરા તાલુકાના ૧૦ સહિત ૪૫ ગામોને સાબદા કરાયા છે.

ગુજરાતના ખેડૂતો આનંદમાં, આજે મેઘરાજા તમને નિરાશ નહીં કરે, અત્ર તત્ર સર્વત્ર ભારેથી અતિભારે વરસાદ પડશે

ગુજરાતમાં ખૂદ ધારાસભ્યની પત્ની અને ઘર સુરક્ષિત નથી તો જનતાનું શું વિચારવાનું, પત્નીને બાંધી રોકડા અને દાગીના બૂચ મારી ગયા

Breaking: વલસાડમાં માનવામાં ના આવે એવી ઘટના, રાત્રે અચાનક અજાણ્યા ઝાટકા આવ્યાં અને ધરતી ફાટી ગઈ, ચારેકોર ફફડાટ

જિલ્લા કલેકટર અતુલ ગોર ના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને તાલુકા તંત્રના અધિકારીઓ દ્વારા આ તમામ ગામોમાં તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. આ તમામ ગામોના નાગરિકોને સાવધ રહેવા સાથે નદીમાં ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.


Share this Article