વાવાઝોડા અંગેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, બિપોરજોયના કારણે કચ્છ જિલ્લામાં કોઈનો જીવ નથી ગયો. આ સાથે બંદરો અને બ્રિજને પણ નુક્સાન નથી પહોંચ્યું, જો કે 8 જણાં ઈજાગ્રસ્ત થયાના તેમજ 80 હજાર જેટલા વીજ પોલ ક્ષતિગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. બિપોરજોય વાવાઝોડાની સંભાવિત અસરને જોતા જે લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તે તમામ લોકોને જે-તે જિલ્લાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના મૂળ સ્થાને પરત મોકલવામાં આવશે.

 

આ પણ વાંચો

સરકારની પૂર્વ તૈયારીએ મહા વાવાઝોડા સામે લડવામાં ભરપૂર મદદ કરી, આ એક સિસ્ટમ દરેક મુશ્કેલી માટે નિવારક બની

ગુજરાત બાદ હવે રાજસ્થાનનો વારો, આજે મુશળધાર વરસાદ પડશે, બિપરજોયની નવીનતમ સ્થિતિ જાણી લોકો ફફડ્યાં

ત્રાટકીને વિનાશ વેરી ગયું, પરંચુ હવે મહા વાવાઝોડા બિપરજોયની ‘આફ્ટર ઇફેક્ટ’માં આટલા પડકારો સરકારને ભીંસ પાડી દેશે