Gujarat News: વડોદરા જિલ્લામાં બુધવારે એક ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ત્રણ કામદારોના મોત થયા હતા, જ્યારે અન્ય એક કામદાર ઘાયલ થયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એકલાબારા ગામમાં આવેલી ફેક્ટરીમાં ગેસ પાઇપમાંથી લીકેજ થવાને કારણે બપોરે 2 વાગ્યે વિસ્ફોટ થયો હતો.
#WATCH | Three people dead, two injured in explosion at a private company located in Ekalbara village of Vadodara, Gujarat, confirm Police. pic.twitter.com/PJc4nZMrrB
— ANI (@ANI) January 31, 2024
પાદરા પોલીસ ઈન્સ્પેક્ટર એલ.બી.તડવીના જણાવ્યા અનુસાર, ફેક્ટરીમાં વિસ્ફોટ લગભગ 2 વાગ્યે થયો હતો જ્યારે વેનિરો લાઈફકેરના પ્લાન્ટમાં ગેસની પાઈપમાંથી લીકેજ થયું હતું.તે સમયે ચાર કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર હતા, જેના કારણે તેઓ ઘાયલ થયા.
અધિકારીના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ તરત જ કામદારોને વડોદરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ત્રણ કામદારોના મોત થયા હતા. હાલ વધુ તપાસ ચાલી રહી છે.