21મી સદીમાં ભારતે ત્રીજીવાર ચંદ્ર પર યાન મોકલ્યું છે. તેમ છતા અંધશ્રદ્ધાનું ભૂત હજુ લોકોના માથેથી ઉતરતું ન હોય તેવી ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. મેટ્રો શહેર તરફ ગતિ કરતાં સુરતના એક પરિવારે 7 મહિનાના માસૂમ બાળકને પેટના દુઃખાવામાં હોસ્પિટલમાં લઈ જવાની જગ્યાએ ભુવા પાસે ચીઠ્ઠી લખાવી હતી. જેથી બાળક અંધશ્રધ્ધાનું ત્રીજા જ દિવસે ભોગ બન્યું અને મોતને ભેટતા પરિવારની આંખો ઉધડી હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.
7 મહિનાના બાળકને પેટમાં દુખતું હતું ત્યારે પરિવાર દ્વારા બાળકને હોસ્પિટલની જગ્યાએ ભૂવા પાસે લઇ ગયા હતા અને ઘરે પરત લઇ આવ્યા હતા. બાદમાં બે દિવસ બાદ બાળકની તબિયત વધુ લથડી હતી અને હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. મૂળ વલસાડના અને સુરતના ઉંધના વિસ્તારમાં આવેલા પટેલનગરમાં રાજુ રાઠોડ પરિવાર સાથે રહે છે.
સંચા ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃતક દીકરા ઉપરાંત તેના પરિવારમાં પિતા, પત્ની અને બે દીકરી પણ છે ત્યારે સૌથી નાનો અને એકનો એક દીકરો આદિ 7 મહિનાની ઉંમરે જ અવસાન પામતાં આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ચૂક્યો છે. ક્યાંક ને ક્યાંક પોતાને કોસી પણ રહ્યો છે કે જો તેને યોગ્ય સમયે દવાખાને લઈ ગયા હોત તો આજે તેમનું બાળક જીવિત હોત.
આદિના જન્મથી જ તેનું સ્વાસ્થ્ય એકદમ સારું હતું. ચાર દિવસ પહેલાં જ આદિને પેટનો દુખાવો થવા લાગ્યો હતો, જેથી આદિને રામચોકમાં આવેલા ભૂવા પાસે પીંછી મરાવવા માટે લઈ ગયા હતા. જ્યારે તેઓ પહેલા દિવસે ગયા ત્યારે તેમને ભૂવાએ સારું થઈ જશે એમ કહી ઘરે મોકલી દીધા હતા, અને બે દિવસ પછી તેને પાછો લઈને આવવા માટે પણ જણાવ્યું હતું. ગતરોજ ફરી મૃતકને પીંછી મરાવવા જવાનું હતું, પરંતુ તે લોકો ત્યાં જાય એ પહેલાં જ આદિની તબિયત વધુ લથડી ગઈ હતી એટલે ગભરાઈને તરત જ તેને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થામાં લાગી ગયા.
ત્રીજા દિવસે માસુમ આદિની તબિયત લથડી તો 108માં સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં આદિને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઉધના પોલીસે પણ બાળકના પોસ્ટ મોર્ટમ વગર અંતિમ વિધિ માટે મૃતદેહ પરિવારને સોંપી દેતા અનેક પ્રશ્નો ઉભા થાય છે.
હદ થઈ ગઈ પણ!! ક્લાસ રૂમથી લઈને બાથરૂમ સુધી કોન્ડોમના પેકેટ, પંચાયત ચૂંટણી પછી કેવી છે શાળાની હાલત?
આ તો નસીબ સારા કે આવું થઈ ગયું, બાકી તથ્ય પટેલના કારણે 9 કરતાં પણ વધારે જિંદગીઓ અસ્ત થઈ ગઈ હોત
માસૂમ આદિના મોતના સમાચાર સાંભળી પરિવાર શોકમાં સરી ગયો હતો. પરિવારનો લાડકો આદિ દુનિયાને અલ વિદા કરી ગયો હતો. પેટના દુઃખાવાથી પણ મૃત્યુ થઈ શકે એ જાણવા મળ્યું હતું. એટલું જ નહીં પણ હોસ્પિટલ લઈ આવવાને બદલે ભગત ભુવા પાસે લઈ જવાની ભૂલ આદિને મોતના મુખમાં લઈ ગઈ હોય એમ કહી શકાય છે.