વડોદરા શહેરમાં છાણી-છાયાપુરી ઓવર બ્રિજ કામગીરીના કારણે 8 દિવસ માટે બંધ રહેશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Vadodara News: વડોદરા શહેરમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લી દ્વારા કામગીરી ચાલી રહી છે, ત્યારે આ પ્રોજેક્ટ માટે સેગમેન્ટ ઇરેક્શનના કામને કારણે, છાણી-છાયાપુરી ઓવર બ્રિજ 5 – 12 ફેબ્રુઆરી 2024 (8 દિવસ માટે) સુધી બંધ રહેશે. ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે વડોદરા શહેરના પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી લેવામાં આવી છે. બંધના સમયગાળા દરમિયાન યોગ્ય બેરિકેડિંગ, જરૂરી ટ્રાફિક ઇિન્ડકેટર સંકેતો, રૂટ ડાયવર્ઝન સાઇનબોર્ડ્સ અને લાઇટિંગ સુનિશ્ચિત કરવામાં આવશે. બહેતર સંકલન અને માર્ગદર્શન માટે ટ્રાફિક માર્શલ મૂકવામાં આવશે.

આ કામગીરી દરમિયાન આ ફ્લાયઓવરની બંને બાજુનો રસ્તો બંધ કરી દેવામાં આવશે જેથી બંને તરફનો ટ્રાફિક નીચે મુજબના રૂટ પરથી પસાર થઈ શકશે. છાણી જકાત નાકા સર્કલ, રામ કાકા દેરી, છાણી બસ સ્ટેન્ડ અને છાણી વિસ્તાર, છાણી ઓવર બ્રિજથી ફર્ટિલાઇઝર બ્રિજ તરફ આવતા ટ્રાફિકને ટી પોઇન્ટની ડાબી બાજુ બાજવા રોડ તરફ થઇ રેલ્વે અંડરપાસ પાસેથી થઇ ને બુલેટ ટ્રેનની ગોઠવણીની જમણી બાજુએથી થઇ છાયાપુરી અંડરપાસ ની ડાબી બાજુના સર્વિસ રોડ પર થઇ ને ફર્ટિલાઇઝર બ્રિજ સુધી (ટુ અને ફોર વ્હીલર) લઇ જવામાં આવશે,

ફર્ટિલાઇઝર બ્રિજથી છાણી સુધીનો ટ્રાફિક દુમાડ ચોકડી રોડથી શહેરમાં પ્રવેશી શકે છે (ટુ અને ફોર વ્હીલર્સ) ફતેગંજ સર્કલથી નિઝામપુરા રોડ, મહેસાણા સર્કલ, સૈનિક છત્રાલય સર્કલ, છાણી જકાત નાકા સર્કલ, રામાકાકા દેરી, છાણી બસ સ્ટેન્ડ અને છાણી વિસ્તાર, છાણી ઓવર બ્રિજ તરફ આવતા ભારે વાહનોનો ટ્રાફિક નીચે મુજબના 3 રૂટનો ઉપયોગ કરી શકે છે.

યશસ્વીનું બેટિંગ.. બુમરાહની તેજ ઝડપ, બીજા દિવસે પણ વિદેશી ટીમની સામે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત, જાણો સ્કોર

VIDEO: ન તો સાપ.. ન કૂતરો.. શ્રીલંકા-અફઘાનિસ્તાન મેચમાં ગ્રાઉન્ડમાં ઘુસ્યું અનોખું જીવ, ખેલાડીઓ થઈ ગયા સ્તબ્ધ, મેચ રોકવી પડી

ન તો વિરાટ.. ન રોહિત.. યશસ્વી જયસ્વાલે બદલ્યો 31 વર્ષનો ઈતિહાસ, જાણો કોણ છે સૌથી યુવા ડબલ સેન્ચુરિયન?

  • ફતેગંજ બ્રિજની નીચે જુના વુડા સર્કલ, ઇએમઇ સર્કલ, એલએન્ડટી સર્કલ, અમિત નગર બ્રિજ નીચે ડાબી બાજુનો વળાંક, ઊર્મિ બ્રિજ ટી-પોઇન્ટ, અબેકસ સર્કલ, સમા-સાવલી રોડ, દુમાડ બ્રિજ થઇ ને ફર્ટિલાઇઝર બ્રિજ તરફ
  • સૈનિક છત્રાલય સર્કલથી અભિલાષા ચાર રસ્તા, ચાણક્યપુરી ચાર રસ્તા, સમા, જલારામ મંદિર ટી-પોઇન્ટ, અબાકસ સર્કલ, સમા-સાવલી રોડ, દુમાડ બ્રિજ થઇ ને ફર્ટિલાઇઝર બ્રિજ તરફ
  • છાણી, ફોર્ચ્યુન ગેટવે થી છાણી, સમા કેનાલ રોડ, સમા કેનાલ ટી-પોઇન્ટથી ડાબી બાજુ વળાંક લઇ સમા-સાવલી રોડ, દુમાડ બ્રિજ થઇ ને ફર્ટિલાઇઝર બ્રિજ તરફ.

Share this Article
TAGGED: