ગુજરાત વિધાનસભા પરિસરમાં માહોલ ગરમાયો છે. ખેડૂતોને વીજળીના મામલે હવે જોર પકડયુ છે. આ મુદ્દાને લઈને કોંગ્રેસના ધારાસભ્યોઆજે વિરોધ પ્રદર્શન કર્યુ છે જેમાં બે ધારાસભ્યોએ કપડાં કાઢી નાખવાનો મુદ્દો સામે આવ્યો છે જેમને લઈને ગૃહનુ વાતવતરણ ગરમાયુ છે. આ અંગેનો વીડિયો જોઈને આગળનો નિર્ણય આપવાનું નિવેદન ગૃહમાં કરવામા આવ્ય છે.
આ વચ્ચે સંસ્કારોની વ્યાખ્યા તમે આપશો નહીં તેવું શૈલેષ પરમારે નિવેદન આપ્યુ હતુ. મળતી માહિતી મુજબ ખેડૂતોને પર્યાપ્ત વીજળી ન મળતા પાકને નુકસાન થયા હોવાનો આક્ષેપ કર્યો અને પ્રદર્શનમાં કોંગ્રેસના લીલીત વસોયા અને વિમલ ચુડાસમાએ પોતાનો શર્ટ કાઢી વિરોધ કર્યો હતો જે બાદ આ આખો મામલે સામે આવ્યો છે. આ અંગે જીતુભાઈ વાઘાણીએ કહ્યુ કે વિરોધ પ્રદર્શન દરમિયાન શર્ટ કાઢીને મીડિયાને બાઇટ આપવી તે કયા પ્રકારના સંસ્કાર છે ? વિધાનસભાના અધ્યક્ષ મહિલા છે એટલું જ નહીં સંકુલમાં મહિલા ધારાસભ્યો મહિલા અધિકારીઓ મહિલા પોલીસ અને મહિલા પત્રકારો પણ આવતા હોય છે.
બીજી તરફ કોંગ્રેસના શૈલેષ પરમારે કહ્યું હતું કે વિધાનસભાની ગરિમા જાળવવી જોઈએ પરંતુ અહીંયા કોંગ્રેસ અને ભાજપ માટે અલગ અલગ નિયમો? જે બાદ વાઘાણીએ કહ્યુ કે તમારે અમને સંસ્કારની વ્યાખ્યા આપવાની જરૂર નથી. તમે તમારા સંસ્કાર પૂરતા રહો. આ સાથે હર્ષ સંઘવીના નામનો ઉલ્લેખ કરીને વિધાનસભામાં કહ્યું હતું કે મીડિયાના મિત્રો માટે પ્રવેશ પાબંધી લગાવી છે ત્યારે ભૂતકાળમાં તમારા જ ગૃહ મંત્રીએ પોતાની ચેમ્બરમાં મીડિયાને બોલાવીને બાઈટ આપી હોવા છતાં એ અમે વિરોધ વ્યક્ત કર્યો ન હતો.