કાનમાંથી લોહી નીકળી જશે પણ સાચું છે! અમદાવાદ સિટી પર છે અધધ… કરોડનું દેવું, સરકારે પણ ઠેંગો બતાવી દીધો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક સ્થિતિ કોરોનાકાળ બાદ લથડી પડી છે. હવે હાલત એવી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનને પોતાના રોજિંદા ખર્ચ માટે દેવું કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ રાજ્ય સરકાર જરૂર મુજબ મદદ કરી નથી જેથી આ સ્થિતિ બની છે. મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાનુ આ દેવું પુરૂ કરવા માટે હવે લોકો ઉપર કરોડો રુપિયાનો પ્રોપર્ટી ટેક્સ ઝીંકી દીધો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર કરોડોનુ દેવુ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ દેવા અંગે વિગતે આંકડાઓ જોઈએ તો વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટમાં રુ. 1317.67 કરોડનું દેવું હતુ જેમાં વર્લ્ડ બેંક પાસેથી લીધેલી રુ.3,000 કરોડની લોન દર્શાવવામા આવી ન હતી. આ સિવાય વર્લ્ડ બેંકની લોનથી 3,000 કરોડ પૈકી રુ.1200 કરોડના ટેન્ડર બહાર પાડવામા આવ્યા છે જે લોન મળ્યા બાદ ઉમેરો કરવામા આવશે. આમ જો કુલ આંકડો ગણીએ તો તે રુ. 4,317.67 કરોડનું દેવું થશે.

દેવું પુરૂ કરવા લોકો પર કરોડોનો ટેક્સ ઝીંકી દીધો 

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને વધુ એક ફટકો એ પણ લાગ્યો છે કે રાજ્ય સરકાર દ્વારા ઓક્ટ્રોયની સામે આવતી ગ્રાંટની રકમ પણ બંધ થવાની છે. આ બાદ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સમાં વધારો, નવા ટેક્સ દ્વારા આ દેવુ ઉતારવાના પ્ર્યાસો ચાલુ કર્યા છે. આ પહેલા કોર્પોરેશનને રોજિંદા ખર્ચ ઉપાડવા માટે પણ GSFS પાસેથી 350 કરોડની લોન લીધી હોવાની માહિતી સામે આવી હતી.

કોર્પોરેશનને રોજિંદા ખર્ચ માટે દેવું કરવાનો વારો આવ્યો

મળતી માહિતી મુજબ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2ના કામ માટે પણ 350 કરોડની લોન, ગ્રીન બોન્ડના નામે 200 કરોડનું દેવું, ગત 31 માર્ચ 2022એ રૂ.280.11 કરોડની લોન લેવાઈ હતી. આ બધા આંકડા મુજબ હાલ સૌથી વધુ દેવું કરનારી સંસ્થા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન બની ગઈ છે. વર્ષ 2023-24ના બજેટમાં દર્શાવેલી દેવાની રકમમા સરકારી લોન – 80.11 કરોડ, બોન્ડ – 200 કરોડ, GSFS લોન – 677.56 કરોડ, GRCP લોન – 160 કરોડ, ગ્રીન બોન્ડ – 200 કરોડ મળીને કુલ – 1317.67 કરોડ લેવાયા છે.

નિચોવી નાખ્યાં: રોજની 82 લાખની ખોટ, 3,861 કરોડ રૂપિયાનું દેવું, AMTSને કંગાળ બનાવવામાં ખુદ ભાજપ અને AMCનો જ મોટો ફાળો

લગ્નમાં કરેલા કાંડ પછી ભાઈ વિરુદ્ધ કેસ નોંધાયો, હવે બાગેશ્વર બાબાએ આખરે તોડ્યું મૌન, કહ્યું- ‘જે જેવું કરશે એ એવું જ….’

શાબાશ ખજુરભાઈ: ગુજરાતમાં પ્રથમ વખત ગામડામાં જાહેર AC શૌચાલય ખૂલ્યું, સુવિધા જોઈ શહેરનો ચસ્કો ભાંગી જશે

આ સિવાય વર્લ્ડ બેંકની લોનની વાત કરીએ તો 3,000 કરોડની લોનની રજૂઆત કરવામા આવી છે. જો કે આ રકમ હજુ મળી નથી. આમ જોઈએ તો લોનનો કુલ સરવાળો રુ. 4,317.67 કરોડ થઈ ગયો છે.


Share this Article