Rajkot News: ગોંડલ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ માનવામાં આવે છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાના ખેડૂતો અહીંયા ડુંગળી વેચવા માટે આવતા હોય છે, ત્યારે ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવતા ડુંગળીના ભાવ ગગડ્યા હતા. ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આક્રોશ સાથે ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા અને તેમનું મહામુલો પાક રસ્તા પર જ ઢોળી દીધો હતો. ખેડૂતો દ્વારા ડુંગળીના પોષણક્ષમ ભાવને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો પણ પોતાની વાત મનાવવા માટે મક્કમ છે ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ પર અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત દેવામાં આવ્યું છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ઘટ્યાં હોવાથી ખેડૂતોમાં રોષ છવાઈ ગયો હતો. ખેડૂતો દ્વારા સતત બીજા દિવસે ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. માર્કેટ યાર્ડના મેઈન ગેટ આગળ ડુંગળી ફેંકી ખેડૂતોએ ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. માર્કેટ યાર્ડના બન્ને મુખ્ય ગેટ બંધ થતાં યાર્ડ બહાર અન્ય જણસીઓ સાથે લસણ ભરેલ વાહનોની કતારો લાગી ગઇ હતી. ગઈકાલના રોજ માર્કેટ યાર્ડ 60,000 ડુંગળીના કટ્ટાની આવક વચ્ચે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
ખેડૂતોની વ્યથા કોને કહેવી?
ખેડૂતોનું કહેવું છે કે, ડુંગળીની નિકાસ બંધ કરાય તે પહેલા ડુંગળીના ભાવ 700થી 800 રૂપિયા પ્રતિ મણ મળતા હતા. જોકે હવે તે જ ડુંગળીના ભાવ 250થી 300 રૂપિયા પ્રતિ મણ મળી રહ્યા છે. જે ખેડૂતોને પોષાય તેવા ભાવ ન હોવાનું ખેડૂતોનું કહેવું છે. એક તરફ ખેડૂતોનો આક્રોશ છે તો બીજી તરફ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા વિરોધ કરી રહેલા ખેડૂત આગેવાનોને સતત સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
શા માટે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો?
Breaking News: AAP ધારાસભ્યની મુશ્કેલીઓ વધી, કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સામે કર્યુ સરેન્ડર, કહ્યું “આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ”
કેન્દ્ર સરકારે સ્થાનિક ઉપલબ્ધતા વધારવા અને કિંમતોને નિયંત્રણમાં રાખવાના ઉદ્દેશ્યથી આવતા વર્ષે માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યાં કેન્દ્ર સરકારે 7 ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર 31 માર્ચ 2024 સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે ડુંગળીનાં ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. રકાર દ્વારા ડુંગળીની નિકાસબંધી કરવામાં આવતા ખેડૂતો અને વેપારીઓએ હરાજી બંધ રાખી છે.