આજના સમયમા એ વાત સામાન્ય રહી છે કે જ્યારે કોઈ વ્યક્તિ રાજનેતા બની જાય તે પછી તેની સંપત્તિમાં વધારો દેખાઈ આવે છે. પણ અહી એક એવા વ્યક્તિ વિશે વાત થઈ રહી છે જે ધારાસભ્ય રહી ચૂક્યા છે અને છતા પણ આજે ગરીબીમા જીવન જીવી રહ્યા છે. દાહોદની લીમખેડા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય વીરસિંહભાઈ મોહનિયા આજે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
માત્ર આટલુ જ નહી વીરસિંહભાઈ મોહનિયા પાસે રહેવા માટે પાકુ મકાન પણ નથી. તેઓ નળિયાવાળા કાચા મકાનમાં રહે છે. અંતરિયાળ ખીરખાઈ ગામમાં રહેતા વીરસિંહભાઈ મોહનિયા હવે વ્રુદ્ધ થઈ ચૂક્યા છે પણ આજે 91 વર્ષની ઉંમરે ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે. મળતી માહિતી મુજબ તેમને ત્રણ સંતાનો છે. વીરસિંહભાઈ ગાંધીવાદી વિચારધારા ચરાવે છે અને જાતે કમાઈને ખાય છે, કોઈ પાસે મદદના હાથ ફેલાવતા નથી.
વીરસિંહભાઈ મોહનિયા આ અંગે વાત કરતા કહ્યું કે, પહેલાંના સમયમાં શુદ્ધ રાજનીતિ થતી. જ્યારે અત્યારે ટિકિટ વહેંચણી માટે પણ રૂપિયા લીધા હોવાનો આક્ષેપ લાગે છે. આ પરિસ્થિત દયનીય જરૂર છે. નેતાઓ નાગરિકો માટે કંઈક કરવા માટે ઈચ્છતા હોય.