અમદાવાદમાં કોરોનાની દહેશત.. શરદી-ઉધરસ હોય તો આજે જ કરાવો RTPCR ટેસ્ટ, JN.1નું નવું સ્વરૂપ છે વધુ ઘાતક

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Corona News: રાજ્યમાં દિવસે દિવસે કોરોનાના નવા પ્રકાર JN.1ના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં કોરોના કેસો વધી રહ્યાં છે. તાજેતરમાં જ કોરોના કેસો અમદાવાદમાં વધ્યા છે, આજે શહેરમાં 8 નવા કેસો સામે આવતા શહેરમાં ફફડાટ ફેલાયો છે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે વધુ બે કેસો અમદાવાદમાંથી સામે આવ્યા હતા. કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે ક્રિસમસની રજા પૂર્ણ થતા આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

અમદાવાદમાં વધુ 8 કોરોના કેસ

કોરોના વાયરસ JN.1 નું નવું સ્વરૂપ ભારતમાં ઝડપથી ફેલાવાનું શરૂ થયું છે. આજે અમદાવાદમાં ગઇકાલે મંગળવારે વધુ 8 કોરોના કેસો નોંધાયા છે. આમાં 5 પુરુષ અને 3 મહિલાઓ સામેલ છે, આ તમામ દર્દીઓને હાલમાં સારવાર હેઠળ લેવામાં આવ્યા છે. કોરોના પૉઝિટીવ આવેલા આ 8 પૈકી 3 મુસાફરોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી અમેરિકા અને દુબઇની સામે આવી છે. સતત વધી રહેલા કોરોના કેસોને લઇને ચિંતિત બન્યુ છે.

આરોગ્ય કેન્દ્રમાં RTPCR ટેસ્ટ શરૂ

દેશમાં કોરોનાનું નવુ સબ વેરિએન્ટ JN.1 ખુબ જ ઝડપથી ફેલાઇ રહ્યું છે. અત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાના 42 એક્ટિવ કેસો છે જેમાં 1 દર્દીનું મોત પણ થઈ ચૂક્યું છે. કોરોના વધતા જ શહેરના નવરંગપુરા, નારણપુરા, જોધપુર, થલતેજ, ગોતા, રાણીપ અને સરખેજ વિસ્તારના તમામ રહીશો ચિંતિત બન્યા છે.

હાલ તો તોરોનના નવા વેરિયન્ટની એન્ટ્રીથી કોરોનાના કેસમાં વધારો થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. અમદાવાદના આરોગ્ય સેન્ટરમાં કોવિડના ટેસ્ટ માટે આદેશ અપાયા છે. શંકાસ્પદ દર્દીઓના રેપિડ ટેસ્ટ કરવાની આરોગ્ય કેન્દ્રમાં શરૂઆત થઈ છે.

ગઈકાલે અમદાવાદ શહેરમાં કોરોનાથી પ્રથમ મોત થયું

અમદાવાદ શહેરમાં નવા વેરિયન્ટની દહેશત વચ્ચે કોરોનાને લઈ પ્રથમ મોત સામે આવ્યું છે. દરિયાપુર વિસ્તારમાં રહેતા 82 વર્ષીય વૃદ્ધાનું કોરોનાને કારણે મોત થયું છે. મહિલા દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. મહિલાને કોમોર્બિડિટીઝ હતું. કોરોનાની ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું છે.

ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ દમ તોડ્યો હતો. અમદાવાદ શહેરમાં નવા વેરિયન્ટની દહેશત વચ્ચે કોરોનાને લઈ પ્રથમ મોત સામે આવ્યું છે. દરિયાપુર વિસ્તારમાં રહેતા 82 વર્ષીય વૃદ્ધાનું કોરોનાને કારણે મોત થયું છે. મહિલા દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા.

બીમાર લોકોએ આ સાવચેતી રાખવી પડશે

ડોકટરોનું કહેવું છે કે શિયાળામાં ઉધરસ અને શરદી દરમિયાન આ પ્રકારથી બચવા માટે સ્વચ્છતા જાળવવી જરૂરી છે. પહેલાની જેમ, આને રોકવા માટેના અસરકારક પગલાંઓ ચાલુ રાખવા જોઈએ જેમ કે વારંવાર હાથ ધોવા અને શાળા અથવા કામ પરથી રજા લેવી.

Ahmedabad: સરખેજમાં કપિરાજે 25 લોકોને બચકા ભર્યા, વનવિભાગને જાણ હોવા છતાં પણ અજાણ

રાહુલ ગાંધીએ પદ્મશ્રી એવોર્ડ પરત કરનાર પહેલવાન બજરંગ પુનિયા સાથે કરી મુલાકાત, પહેલવાનોની જાણી સમસ્યાઓ

અંબાલાલ પટેલની માથાભારે આગાહી, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પડશે હાડ થીજવતી ઠંડી

બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને સાવધાન રહેવાની સલાહ આપતાં ડોક્ટરોએ કહ્યું છે કે આ સિવાય ડાયાબિટીસ, બ્રોન્કાઇટિસ કે અસ્થમા, હાર્ટ અને કેન્સરના દર્દીઓએ ઘરની બહાર નીકળતી વખતે વધારે સાવધાની રાખવી જોઈએ.


Share this Article