લોકોના આરોગ્ય સાથે ચેડાં થતાં હોવાના સમાચાર અવારનવાર સામે આવતા જ રહે છે, ત્યારે ફરી એકવાર આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મોરબીમાં લોકોના આરોગ્યની સાથે ચેડાં કરી ખુલ્લેઆમ લીલા ચણા પર ગટરનું પાણી રેડી વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ ટાઈ રહ્યો છે. જેમાં મોરબીમાં ગટરના પાણીથી લીલા ચણા ધોઇ બેફામ રીતે વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે.
મોરબીમાં લોકોનાં આરોગ્યની સાથે ચેડાં કરી લીલા ચણા પર ગટરનું પાણી રેડી વેચાણ થઈ રહ્યું હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે.
મોરબીના બેઠા પુલ નીચે રેકડીમાં લીલા ચણા વેચતો એક શખસ બાજુમાં નીકળતી ગટરમાંથી પાણી ભરી લીલા ચણા ધોઇ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. જો કે આ વિડીયો ક્યારનો છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. આ સમગ્ર ઘટના મામલે તંત્રએ જણાવ્યુ કે “અમને આ વાઇરલ વીડિયોની કોઇ જાણકારી નથી છતાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરીશું.”