ગુજરાતીઓ માટે રાહતના સમાચાર.. કોરોનાના JN.1 વેરિયન્ટથી ચિંતા કરવાની જરૂર નથી, પણ સતર્કતા રાખવી જરૂરી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

GUJARAT NEWS: શિયાળાના વધતા જતા પ્રકોપ વચ્ચે દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. ભારતમાં માત્ર કોરોના જ ફેલાઈ રહ્યો છે એટલું જ નહીં, તેના સબ-વેરિઅન્ટ JN.1એ પણ હોબાળો મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 529 નવા કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાના માધ્યમથી પ્રજાજનોને જણાવ્યું છે કે, કોરોનાના JN.1 વેરિયન્ટથી લોકોએ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે.

ગુુુજરાતમાં કોરોનાની સ્થિતિ…

રાજ્યમાં કોરોનાની તા. 28 ડિસેમ્બરની પરિસ્થિતી સંદર્ભે મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાથી સંક્રમિત હાલ 66 એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 47, રાજકોટ કોર્પોરેશનના 10, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 તેમજ દાહોદ, ગીરસોમનાથ, કચ્છ, મોરબી અને સાબરકાંઠા માં 1-1 કેસ એક્ટિવ છે. હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રાજ્યમાં છેલ્લા સપ્તાહમાં નોંધાયેલ કોરોના કેસના જીનોમ સિકવન્સીગ ના રીપોર્ટ તા. 27 ડિસેમ્બરના રોજ મળ્યા હતા. જેમાં 36 કેસ JN.1 વેરિયન્ટના નોંધાયા છે. જે પૈકી 22 દર્દીઓ સાજા થઇ ગયા છે અને હાલ 14 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આમ JN.1 વેરિયન્ટના પોઝીટીવ દર્દીમાંથી એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી.

આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે,રાજ્યમાં 1 ડિસેમ્બર થી 28 ડિસેમ્બર દરમિયાન કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા છે. આમ જોતા, કોરોનાનો પ્રવર્તમાન સરેરાશ પોઝીટીવીટી રેટ 0.86 ટકા છે. જેના પરથી તારણ કાઢી શકાય કે હાલ કોરોનાની ધાતકતા ઘણી ઓછી છે પરંતુ લોકોએ અને ખાસ કરીને કોમોર્બિડિટી ઘરાવતા દર્દીઓએ સતર્કતા રાખવી જરૂરી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

15મી ગુજરાત વિધાનસભાનું ચોથુ સત્ર 1 ફેબ્રુઆરીથી થશે શરૂ, 29 ફેબ્રુઆરી ચાલનાર સત્રમાં 26 બેઠકો પર થશે ચર્ચા

જમીનના મની લોન્ડરિંગ કેસમાં મોટું અપડેટ, EDની ચાર્જશીટમાં પહેલીવાર પ્રિયંકા ગાંધીનું નામ, જાણો સમગ્ર મામલો

વિશ્વમાં મોદીનો જલવો… પુતિને પીએમ મોદીને યુક્રેન યુદ્ધની આપી દરેક અપડેટ, રશિયાની મુલાકાત લેવા આપ્યું આમંત્રણ

રાજ્યમાં પ્રત્યેક કોરોના પોઝીટીવ દર્દીનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે તેના કારણે જ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં એક્ટિવ કેસ ઓછા હોવા છતા JN.1 વેરિયન્ટના કેસ વધુ છે તેમ મંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું.


Share this Article