Vadodara news: આત્મહત્યાના અનેક બનાવો રોજ સામે આવતા રહે છે. ત્યારે હવે આજે વડોદરાના રાવપુરામાં પરિવારનો સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. વિગતો મળી રહી છે કે કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરા વિસ્તારમાં રહેતા મુકેશ પંચાલે ગળાના ભાગે રેઝર મારતા હોસ્પિટલ ખસેડાયા છે જ્યારે મુકેશભાઈના પત્નીએ ઝેર પી અને પુત્રએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવી રહ્યું છે.
આ ઉપરાંત સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે. ઘરમાંથી પોલીસને સ્યૂસાઈડ નોટ મળી આવી છે. સૂત્રો પાપ્ત વિગતો મુજબ પંચાલ પરિવારને આજે મકાન ખાલી કરવાનું હતુ અને મકાન ખાલી કરવાની ચિંતામાં પરિવારે આપઘાત કર્યો છે.
આ કેસમાં એવી પણ વાત સામે આવી છે કે એક મહિના પહેલા રાજુ પાંસેરિયા પાસેથી વિવેક સિંહાએ મકાન ખરીદ્યુ હતુ અને મકાન માલિકે પંચાલ પરિવારને મકાન ખાલી કરવા એક મહિનાનો સમય આપ્યો હતો. કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરાની સામૂહિક આપઘાત ઘટના મામલે ચકચાર મચી જવા પામી છે, પાપ્ત વિગતો મુજબ સિક્યુરિટી તરીકે કામ કરતા પિતાએ સામુહિક આપઘાત કર્યો છે.
સીમા હૈદર તમારી પાસેથી પણ પૈસા માંગી શકે છે, ટ્રાન્સફર કરતા પહેલા આખો મામલો સમજી લો, નહીંતર ભરાઈ જશો
ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ખાબકશે? અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, જુલાઈનો રેકોર્ડ તૂટશે કે ઘટશે?
આ ઘટનામાં માતા નયનાબેન અને પુત્ર મિતુલનું મોત નિપજ્યું છે જ્યારે મુકેશભાઈ પંચાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસ થતાં DCP, ACP સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જ્યાં તપાસ હાથ ધરી છે.