કંઈક ખિચડી રંધાઈ રહી છે કે શું…. કેજરીવાલે CM ભૂપેન્દ્ર પટેલના ભરપેટ વખાણ કર્યા અને સારા માણસ પણ કહ્યાં, ક્યાંક જીત બાદ….

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

ગુજરાત વિધાનસભા ચૂટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. દિગ્ગજ નેતાઓ પ્રચારમા લાગી ગયા છે. આ વખતે ભાજપ, કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે. આ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે ખંભાળિયામાં પહોંચ્યા હતા. પ્રચાર કાર્યક્રમ દરમિયાન કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરિવાલે કહ્યુ હતુ કે બંનેમાં મીલીભગત છે. તેની સરખામણી છુપાઇ છુપાઇને મળનારા છોકરા છોકરીઓની સાથે કરી.

આ સાથે કેજરીવાલે ઇસુદાન અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વાત કરતા  ભાજપ પર ટિપ્પણી કરતા કહ્યુ કે મુખ્યમંત્રી પટેલ સારા વ્યક્તિ છે. જો કે કેજરીવાલે કઠપુતલી મુખ્યમંત્રી કહીને વાત કરી જે બાદ આ નિવેદનથી ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે.

મળતી માહિતી મુજબ આ સભા દરમિયાન કેજરીવાલે કહ્યું કે, આજે ગુજરાતની જનતા સામે બે ચહેરા છે. એક ઇસુદાન ગઢવી અને એક ભુપેન્દ્ર પટેલ. તમે કોને મુખ્યમંત્રી બનાવશો? એક ઇસુદાન ગઢવી છે જે યુવા છે, ભણેલા છે અને જેમનું હૃદય ગરીબો માટે ધબકે છે, ખેડૂતનો દીકરો છે. તેમનો ઇતિહાસ સાક્ષી છે જ્યારે તેઓ શો કરતા હતા ત્યારે ટીવી પર ખેડૂતોના મુદ્દા ઉઠાવતા હતા. તેમણે જીવન ખેડૂતો અને બેરોજગાર યુવાઓ માટે ન્યોછાવર કરી દીધું અને બીજી તરફ  ભુપેન્દ્રભાઇ પટેલ છે.

ભુપેન્દ્રભાઇ પટેલ પર નિશાન સાંવધતા કેજરિવાલે કયુ કે તેમની પાસે પાવર જ નથી, તેઓ એક કઠપુતલી મુખ્યમંત્રી છે. તે પોતાનો ચપરાસી પણ નથી બદલી શકતા. વ્યક્તિ સારા છે, ખરાબ નથી, ભલા વ્યક્તિ છે, મેં સાંભળ્યું છે કે, ઘણા ધાર્મિક છે. પણ તેમનું ચાલતું નથી. કઠપુતલી મુખ્યમંત્રી છે. કેજરિવાલે જનતાને પૂછ્યુ કે તમારે કઠપુતલી મુખ્યમંત્રી જોઇએ કે પછી ભણેલો મુખ્યમંત્રી જોઇએ? કામ કરનારા મુખ્યમંત્રી જોઇ, દબંગ મુખ્યમંત્રી જોઇએ? જમીનમાં પગ મારે તો પાણી કાઢે તેવા મુખ્યમંત્રી જોઇએ?

આ સાથે ભાજપ સરકાર પર સવાલ કરતા કેજરીવાલે કહ્યું કે, બજારમાં નવું એન્જિન આવી ગયું છે.  તમે પુછો 27 વર્ષોમાં ભાજપે શું કામ કર્યું છે કહે છે કે, કેજરીવાલને ખૂબ ગાળ આપી અને કોઇ કામ નથી બતાવવા માટે. કહે છે કે, ડબલ એન્જિન સરકાર બનાવો. અરે બંને એન્જિનને કાટ લાગી ગયો છે. તેમના બંને એન્જિન કોલસાથી ચાલે છે અને અમારું એન્જિન વિજળીથી 200ની સ્પીડથી ચાલે છે. હવે તમે જ નક્કી કરો કે ડબલ એન્જિન કે નવુ એન્જિન?


Share this Article