કૃષ્ણનગરના પોલીસ કર્મીનું રોમિયો જેવું વર્તન, મહિલાને રસ્તામાં રોકી એક્ટિવામા પાછળ બેસી ગયો અને પછી કર્યું ના કરવાનું

Lok Patrika
By Lok Patrika
Share this Article

હાલમાં અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો છે કે જેના લીધે મહિલાઓની સુરક્ષા પર વધારે સવાલો ઉભા થયા છે. જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે આમ જનતા ન્યાય માટે ક્યાં જશે. કારણ કે એક પોલીસ કર્મીએ રોમિયો જેવું વર્તન કર્યું હોવાનો કેસ સામે આવ્યો છે. એક મહિલાને રસ્તામાં રોકી પ્રેમ સંબંધ રાખવા માટે ખાખીએ દબાણ કર્યું. સમગ્ર મામલે કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. આ વાત છે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયરાજસિંહ વાળાનું…

હાલમાં જયરાજસિંહ વાળા ફરાર છે, કારણ કે તેની સામે એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે. નિકોલ વિસ્તારમાં રહેતી એક મહિલા જ્યારે ફ્લેટમાં રહેતી હતી ત્યારે આ પોલીસકર્મી જયરાજ વાળા પણ ત્યાં જ રહેતો. બને વચ્ચે ઓળખાણ થઈ અને ત્યારબાદ આરોપી તેને પ્રેમ કરવા લાગ્યો હતો. બસ આ જ વાતને લઈને તેણે મહિલાને કહ્યું કે કું ધરાર મારી સાથે સબંધ રાખ અને દબાણ કર્યું.

આ બધું એક હદ કરતાં વધારે થતાં છેવટે મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા હડકંપ મચી ગયો છે. ઘણા સમયથી આરોપી પોલીસ કર્મી મહિલાને કહેતો કે હું તમને પ્રેમ કરું છું, મારે તમારી સાથે પ્રેમ સંબંધ બાંધવો છે, આ રીતે અલગ અલગ રીતે હેરાન કરતો. ખાલી વાતો જ નહીં પણ મહિલા સાથે પ્રેમ સંબંધ રાખવા માંગણીઓ પણ કરતો હતો. અલગ અલગ મોબાઈલ નંબર તથા ઓફિસના ફોનથી ફોન કરીને હેરાન પરેશાન પણ કરતો. જેથી મહિલાએ કૃષ્ણ નગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.

બહારથી આવેલો આ માણસ આજીવન નહીં ભૂલે અમદાવાદ ‘ખાખીની ખાનદાની’, જાણીને તમને પણ પોલીસ પર ગર્વ થશે

ડરામણા દિવસો પાછા આવી ગયા! 1 દિવસના કોરોના કેસ સાંભળીને ખળભળાટ મચી ગયો, 114 દિવસનો રેકોર્ડ તૂટી ગયો

ગુજરાતમાં આજથી 5 દિવસ જોરદાર માવઠું: આ વિસ્તારમાં વિજળીના કડાકા-ભડાકા સાથે મેઘો ખાબકશે, જાણો તારીખ પ્રમાણે આગાહી

હજુ થોડા દિવસ પહેલાની જ વાત છે કે બપોરે મહિલા ઘરેથી કામે નીકળી ત્યારે જ જયરાજ આવ્યો. મહિલાની એક્ટિવાની ચાવી લઇ એકટીવા પર બેસીને કહેવા લાગ્યો કે તું મારી સાથે પ્રેમ સંબંધ બાંધવાની કેમ નાં કહે છે. આમ કહી બીભત્સ ગાળો પણ આપી અને કહ્યું કે સંબંધ નહીં રાખે તો તને જાનથી મારી નાખીશ. આ રીતે જીવ લઈ લેવાની પણ ધમકી આપી. જેથી હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly