Weather News: રાજ્યમાં ફરી એકવાર ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સુક્કું રહેશે, આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે તો 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે.
હવે ગુજરાતમાં ઠંડીનો દબદબો જામશે
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે, આગામી 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી આસપાસ રહશે. આ સાથે તેમણે કહ્યું કે, હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સુક્કું રહશે, આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે.
બ્રશ કરતી વખતે ઉલટી થવી એ ગંભીર રોગની નિશાની, તમારા આ અંગને થઈ શકે નુકસાન
મહત્વનું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું છે. પૂર્વ ઉત્તર પૂર્વ પવનો હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે. તો 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે.