રાજ્યમાં ઠંડા પવનોને કારણે થરથર ધ્રુજારીની અસર યથાવત હતી. કચ્છ જિલ્લાના નલિયામાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 4.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બુધવાર અને ગુરુવાર માટે પણ કોલ્ડ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે. બુધવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 8.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 5.5 ડિગ્રી સેલ્સિયસ હતું. મંગળવારે ઠંડા પવનો વચ્ચે તાપમાનમાં ઘટાડો થતાં લોકો પરેશાન થયા હતા.
બીજા દિવસે લઘુત્તમ તાપમાનમાં નજીવો વધારો થયો હોવા છતાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે ગાંધીનગર, બનાસકાંઠા, કચ્છ, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં પણ ઠંડીનું મોજું પ્રવર્તી શકે છે. તેવી જ રીતે, ગુરુવારે પણ આ જિલ્લાઓમાં ઠંડીનું મોજુ પ્રવર્તી શકે છે. ગાંધીનગર અને અમદાવાદમાં સોમવારે સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું.
બીજા દિવસે લઘુત્તમ તાપમાનમાં નજીવો વધારો થયો હોવા છતાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. બુધવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 8.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 5.5 ડિગ્રી સેલ્સિયસ હતું. ઠંડા પવનો વચ્ચે તાપમાનમાં ઘટાડો થતાં શિયાળાથી લોકો પરેશાન થયા હતા. લઘુત્તમ લઘુત્તમ તાપમાન 4.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
અન્ય શહેરો ડીસામાં 7.6, વડોદરા 10, સુરત 11, ભુજ 10.2, કંડલા પોર્ટ 9.6, કંડલા એરપોર્ટ 7.4, પોરબંદર 9.4, કેશોદ 6.8 અને રાજકોટ શહેર 8.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.