ફિલ્મ ‘પઠાણ’ને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે હવે આ મામલે રાજભા ગઢવીનું કહેવું છે કે, ગીતમાં ભગવા કપડા પહેરી અશ્લિલ ડાન્સ કરાયો છે. ફિલ્મ પર સેન્સર બોર્ડ પગલા લે. પઠાણ ફિલ્મ રિલીઝ ન થવું જોઈએ. અમે ફિલ્મ અને ગીતને રિલીઝ નહીં થવા દઈએ. બીજી બાજુ પઠાણ ફિલ્મને લઈને અધુરામાં હિન્દુ સંગઠનો બાદ હવે મુસ્લિમ સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે. મુસ્લિમ સંગઠને પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. હિંદુ સંગઠનો બાદ હવે મુસ્લિમ સંગઠનોએ પણ ફિલ્મમાં બતાવવામાં આવેલા સીન પર નારાજગી વ્યક્ત કરી છે. ઓલ ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટીના ચેરમેન ઔસફ શાહમીરી ખુર્રમે પઠાણ ફિલ્મને ઈસ્લામનું અપમાન ગણાવીને પ્રતિબંધ લગાવ્યો છે.
આ પહેલા શાહરૂખ ખાનના નિવેદનની ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મને લઈને ચારેબાજુ હોબાળો મચી ગયો છે. શાહરૂખ ખાન લગભગ 4 વર્ષ પછી મુખ્ય અભિનેતા તરીકે પુનરાગમન કરવા જઈ રહ્યો છે અને તેના ચાહકો તેને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. ફિલ્મ ‘બેશરમ રંગ’નું પહેલું ગીત રિલીઝ થયું અને તેની સાથે જ દીપિકા પાદુકોણની ભગવા બિકીની પર હોબાળો શરૂ થઈ ગયો છે. જો કે, શાહરૂખ ખાન પોતાની ફિલ્મના વિવાદ વચ્ચે કોલકાતા પહોંચી ગયો હતો અને અહીં ફિલ્મને લઈને સર્જાયેલા હંગામા અંગે મૌન તોડ્યું હતું. કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવેલા શાહરૂખ ખાને પણ પોતાની ફિલ્મ અંગેના આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. શાહરૂખ ખાને કહ્યું કે કેટલાક લોકો એવા છે જે સોશિયલ મીડિયા પર નકારાત્મકતા ફેલાવવાનું કામ કરે છે. તેમણે કહ્યું કે સિનેમા એ સમાજને બદલવાનું માધ્યમ છે. શાહરુખ ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં તે કહી રહ્યો છે, ‘કેટલાક દિવસોથી અમે અહીં નથી આવ્યા, તમને મળી શક્યા નથી, તમને મળ્યા નથી, પરંતુ હવે દુનિયા સામાન્ય થઈ ગઈ છે. હા, અમે બધા ખુશ છીએ, હું સૌથી વધુ ખુશ છું. અને મને એ કહેવામાં કોઈ વાંધો નથી કે દુનિયા ભલે ગમે તે કરે… હું અને તમે અને બધા જ સકારાત્મક લોકો… જીવિત છીએ.
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ને લઈને હંગામો દિવસેને દિવસે વકરી રહ્યો છે. મધ્યપ્રદેશમાં હિંદુ સંગઠનો બાદ હવે મુસ્લિમ સંગઠનો પણ આ ફિલ્મના વિરોધમાં ઉભા થયા છે. રાજ્યના ઉલેમા બોર્ડે ફિલ્મનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે તે તેને રાજ્યમાં રિલીઝ થવા દેશે નહીં. સાથે જ ઓલ ઈન્ડિયા મુસ્લિમ ફેસ્ટિવલ કમિટીએ પણ ‘પઠાણ’નો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે મધ્યપ્રદેશ આ ફિલ્મને દેશભરમાં રિલીઝ કરવા દેશે નહીં. તેણે કહ્યું કે કોઈને પણ મુસ્લિમ ધર્મને બદનામ કરવાની મંજૂરી નથી, પછી તે શાહરૂખ હોય કે અન્ય કોઈ ખાન.