Gujarat News: ગુજરાત અને ભારતના પીઢ નેતા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા હાલમાં એક નિવેદનના કારણે ભારે ચર્ચામાં છે. બેઠકો પર બેઠકો થઈ રહી છે છતાં પણ વિવાદ શમવાનું નામ નથી લેતો અને હવે આ જ વિવાદને લઈ નવો વળાંક આવ્યો છે. રૂપાલાના નિવેદનના વિરોધના પગલે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. લોકસભા પહેલા જ આવો વિરોધ જોઈને ભાજપમાં મોટો ખળભડાટ જોવા મળી રહ્યો છે.
એક તરફ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પણ કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજના આગવાનોનું કહેવું છે કે, આ આંદોલન હવે દરેક જિલ્લાએ પહોંચ્યું છે આ મુદ્દો પુરો થાય એમ નથી. આ મામલે ફરી ક્ષત્રિય સમાજના સંગઠનના આગેવાનોની બેઠક યોજશે ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. ગોંડલમાં ગઈ કાલે યોજવામાં આવેલી ક્ષત્રિય સમાજની બેઠકને કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપ પ્રેરિત ગણાવીને વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યો, સંસદસભ્યો તેમજ ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો અને નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. એમાં પુરુષોત્તમ રૂપાલાએ હાજરી આપી ફરી એક વખત જાહેરામાં માફી માગી અફસોસ વ્યક્ત કર્યો હતો. જો કે તેમ છતાં હજુ વિવાદ પુરો થયો નથી.
રૂપાલાએ કાલે જાહેરમાં વાત કરી કે હું મારી વાત શરૂ કરું એ પહેલાં મને જે ફીલિંગ આવી છે એ વ્યક્ત કરી દઉં, પછી મારી વાત શરૂ કરું. મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો એની મેં અનુભૂતિ પણ કરી છે. અત્યાર સુધી જે ચાલ્યું અને અત્યારે હું આવું એવી મારે જયરાજસિંહભાઈ સાથે વાત થઈ હતી કે તમારે 7 વાગ્યે પહોંચવું એવી વાત થઈ હતી.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
રૂપાલાએ આગળ વાત કરી કે, હું ચૂંટણીસભામાં જતો હોવ અને ઢોલ-નગારાં સાથે મારું જે સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ન શકે, એ શક્ય જ નથી. મારી આખી જિંદગીમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો કોઈ રેકોર્ડ નથી.. આવી બધી વાતો કરી છતાં પણ હજુ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી હેમખેમ જોવા મળી રહી છે.