BIG BREAKING: ભાજપનો મોટો ખેલ, વિજય રૂપાણી નહીં રાજકોટથી CM ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડે તેવો દાવો, જાણો આવું કારણ છે જવાબદાર

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

થોડાક સમય પહેલા વિજય રૂપાણીએ પાર્ટી જો ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ એવું નિવેદન આપ્યું હતું. વિજય રૂપાણી જ્યારે સોમનાથ મહાદેવના દર્શને ગયા હતા ત્યારે તેઓએ જો પક્ષ ટિકિટ આપે તો ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ જ્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ રાજકોટની પોતાની સીટ છોડી હતી. હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સીટ છોડી શકે છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ હાઇકમાન્ડે વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની જાહેરાત કરી હતી. જેમાં પૂર્વ CM વિજય રૂપાણીને કેન્દ્રીય નેતૃત્વએ મોટી જવાબદારી આપી હતી. વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. હાલની જો વાત કરવામાં આવે તો રાજકોટ પશ્વિમ સીટ પર પૂર્વ CM વિજય રૂપાણી ધારાસભ્ય છે. ત્યારે રાજકોટ પશ્વિમ સીટ પર હાલમાં ઉમેદવારને લઇને ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે. આ બેઠક પર પાટીદાર અને અન્ય સમાજ પણ દાવેદારી રહ્યાં છે. વિજય રૂપાણી પણ પોતાના વફાદાર માટે માંગણી કરી રહ્યાં છે. રુપાણીને પંજાબના પ્રભારી બનાવતા ટિકિટ માટે લોબિંગ શરૂ થઇ ગયું છે.

હવે રાજકીય ગલીઓમાં એવી વાતો આવી રહી છે કે ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રને કબજે કરવા માટે ભાજપ નવો દાવ અજમાવી શકે છે ભાજપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સૌરાષ્ટ્રમાંથી ઉમેદવારી કરાવી શકે તેવો સાંજ સમાચાર તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે. સાથે જ વાત કરીએ તો ગત 27 ઓગસ્ટના રોજ વિજય રૂપાણી શ્રાવણ મહિનાના અંતિમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા એ દરમ્યાન તેઓએ ગુજરાતમાં ચૂંટણી લડવા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘પાર્ટી જો ટિકિટ આપશે, તો ચૂંટણી લડીશ.


Share this Article