રાજકોટના હેમલ જાજલે વિરાણી હાઈસ્કૂલ ખાતે પોતાની એમબીએ નામ ની શોર્ટ ફિલ્મ બાળકોને બતાવી હતી.
તારીખ 28 /12/2022 ના રોજ રાજકોટ ખાતે આવેલ વિરાણી હાઈસ્કૂલ માં એમનાજ સ્કૂલમાં ભણેલ વિદ્યાર્થીએ એક સુંદર મજાની એજ્યુકેશનલ શોર્ટ ફિલ્મ જાતે બનાવીને બાળકો સામે રજુ કરવામાં આવી.
બાળકોએ બહુ ઉત્સાહ સાથે આ શોર્ટ ફિલ્મને માણી હતી. આજના દરેક વિદ્યાર્થીઓએ આ શોર્ટ ફિલ્મ એકવાર અચૂક જોવી જોઈએ એવી આ ફિલ્મમાં વાત છે.
કારણકે આ ફિલ્મ દ્વવારા અભ્યાસમાં અને જીવનમાં સફળતા રૂપી ચાવી વિશે એક મોટિવેશનલ મેસેજ આપવમાં આવ્યો છે.
વિરાણી હાઈસ્કૂલે હેમલ જાજલના આ કાર્યને બિરદાવ્યો અને હેમલ જાજલે વિરાણી હાઈસ્કૂલના મેનેજમેન્ટ પ્રિન્સિપાલ અને અન્ય સ્ટા, તેફ વિદ્યાર્થીઓનો આ પ્રસંગે આભાર વ્યકત કર્યો હતો.