મહોરમના તહેવારમાં શોક લાગવાની ઘટનામાં મૃતકો તથા ઈજાગ્રસ્તોને મુખ્યમંત્રી રાહત ફંડ માંથી સહાય આપવા બાબતે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક તથા ધોરાજી-ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાની રજૂઆત ફળી છે.
બન્ને મૃતકોને રૂપિયા ૪-૪ લાખ તથા તમામ ઈજાગ્રસ્તોને કુલ રૂપિયા ૫૦-૫૦ હજારની જાહેરાત કરવામાં આવી છે, તમામને ઝડપથી સહાય મળે તે માટેની પ્રક્રિયામાં જિલ્લા ભાજપ તથા સ્થાનિક ભાજપ ટીમ સાથે તંત્રની સંપૂર્ણ સક્રિયતા પણ દાખવી હતી.
સૌથી મોટી બાબત એ હતી કે લઘુમતી સમાજને આટલા મોટા પ્રમાણમાં સહાય મળી હોવાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો જોવા મળ્યો છે. તમામ લઘુમતી સમાજના આગેવાનો દ્વારા સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા તથા જિલ્લા અને સ્થાનિક ભાજપ સહિત તંત્રનો આભાર વ્યક્ત કરાયો હતો.