Gujarat News: સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી, ગાંધીનગર સેકટર-23માં આવેલ કેમ્પસ ખાતે સંસ્થાના દાતાશ્રી વિષ્ણુભાઈ પટેલના હસ્તે ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ શાળા-કોલેજના ડાયરેકટરશ્રીઓ, પ્રિન્સિપાલશ્રીઓ સહિત સર્વ પરિવારના તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થી-વાલીઓ ઉપસ્થિત રહીને ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, દિલ્હી ખાતે 26 જાન્યુઆરીના દિવસે સમગ્ર દેશ 75માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.. આ અવસર પર દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજધાની દિલ્હીના ડ્યુટી રૂટ પર ગણતંત્ર દિવસની પરેડમાં તમામ સેના, સશસ્ત્ર દળો અને પોલીસ દળો ભાગ લીધો હતો.
આ પ્રસંગે દિલ્હી પોલીસની માર્ચિંગ ટુકડીએ પણ ડ્યુટી પથ પર પરેડ કરી હતી. જો કે આ વખતે દિલ્હી પોલીસની આ ટુકડી ઘણી ખાસ છે. આ વખતે દિલ્હી પોલીસની મહિલા ટુકડીએ ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો હતો.