PMJAY-MA કાર્ડ હેઠળ 10 લાખ સુધીના આરોગ્ય સારવાર મફત, અત્યાર સુધીમાં 1.99 કરોડથી વધુ લાભાર્થીઓને મળ્યો લાભ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય- મુખ્યમત્રી અમૃતમ’ યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1.99 કરોડથી વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ થકી આવરી લેવાયા છે. ગુજરાતમાં આ યોજના અંતર્ગત 58 લાખથી વધુ દર્દીઓએ નિશુલ્ક સારવાર મેળવી છે પરિણામે, દર્દીઓની રૂ.11,590 કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે. વિશ્વના સૌથી મોટા આરોગ્ય વીમા કવચ “પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના” PMJAY અને ગુજરાતની “મુખ્યમત્રી અમૃતમ” MA યોજનાનું સંકલન આજે ગુજરાતના ગરીબો અને મધ્યમવર્ગીય પરિવારોની ચિંતા દૂર કરીને આરોગ્ય સુખાકારીમાં વધારો કર્યો છે. PMJAY-MA અંતર્ગત 2,495 એમ્પેનલ્ડ હોસ્પિટલોમાં 2,471 નિયત કરેલ પ્રોસીજરો માટે કેશલેસ સારવાર પૂરી પાડવામાં આવે છે તેમ, આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સપ્ટેમ્બર ૨૦૨૧થી અત્યાર સુધીમાં 1.37 કરોડથી વધુ લાભાર્થીઓને નવા આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત PMJAY-MA યોજના હેઠળ સૌથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવા માટે ભારત સરકાર તરફથી ગુજરાતને ‘આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022’ પણ પ્રાપ્ત થયો છે. તાજેતરમાં ભારત સરકાર તરફથી વર્ષ 2022-23 દરમ્યાન ગુજરાતને બેસ્ટ પ્રેક્ટીસ માટે “આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2023” એવોર્ડ પણ એનાયત કરેલ છે.

હાલમાં રાજ્યની 1,709 સરકારી, 768 ખાનગી અને ભારત સરકારની 18 એમ કુલ 2,495 હોસ્પિટલ સંલગ્ન છે. જેમાં અંદાજીત દૈનિક 3,509 પ્રિ-ઓથ કેસ સારવાર માટે મુકવામાં આવે છે. આ યોજનાની અમલવારીમાં કોઇ પણ ગેરરીતી ન થાય તે માટે ‘સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ’ (SAFU)ની રચના કરવામાં આવી છે જયારે આ યુનિટ દ્વારા હોસ્પિટલોનું સતત મોનીટરીંગ પણ કરવામાં આવે છે તેમ, વધુમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પોસાય તેવી આરોગ્ય સારવાર મળે અને તબીબી સેવા પાછળ થતાં ખર્ચમાં ઘટાડો કરવા માટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2012માં ‘મા અમૃતમ યોજનાનો પ્રારંભ કર્યો હતો. વર્ષ 2014માં આ યોજનાને વિસ્તારીને રૂ. 4 લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને આ યોજના હેઠળ સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આ યોજનાને મળેલ અભૂતપૂર્વ સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં રાષ્ટ્રસ્તરે ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના’ AB PMJAY સમગ્ર દેશમાં અમલી કરેલ છે. જે વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના છે. આ યોજના હેઠળ સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો ઉપર મફત તબીબી સેવાઓ ઉપરાંત, ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો પણ ખાનગી હોસ્પિટલોમાં સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મેળવી રહ્યા છે.

આજે એક સાથે 5 કિક્રેટરોનો જન્મદિવસ, જેમાંથી માત્ર 3 જ વર્લ્ડ કપ 2023માં રમ્યા, જાણો કેમ?

સીમા હૈદરને ભારત છોડવું પડશે… ગુલામ હૈદરે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટ પહોંચીને કરી મોટી જાહેરાત, જાણો શું છે મોટી હલચલ

એકસાથે રામલલ્લાના બાળ સ્વરૂપની બની રહી છે 3 પ્રતિમાઓ, ફિનિશિંગમાં માત્ર 7 દિવસ બાકી, 4000 સંતોને મોકલી દીધા આમંત્રણ

નોંધનીય છે કે, ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ સાથે ગુજરાત સરકારે વર્ષ 2019માં ‘મુખ્યમંત્રી અમૃતમ’ MA અને ‘મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય’ MAV યોજનાને સંકલિત કરી આ યોજનાઓના તમામ લાભાર્થીઓ “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-માં” આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત “આયુષ્માન કાર્ડ” આપવામાં આવે છે. જેમાં નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત ઓપરેશનો માટે રૂ. 10 લાખનું વિનામૂલ્યે આરોગ્યકવચ આપવામાં આવે છે. આ યોજનાની મદદથી લાભાર્થીઓ જરૂરિયાતના સમયે સામાન્ય બિમારીથી લઇને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, હૃદયની સારવાર, કેન્સર જેવી અતિગંભીર બિમારીઓ માટે પોતાના રહેઠાણની આસપાસ પસંદગીની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે.


Share this Article