સુરત જિલ્લાની કાપોદ્રા વિસ્તારની નાલંદા વિદ્યાલય -૧ માં ઇકો ફ્રેન્ડલી ગણપતિબાપાની ૪૦૦ કરતાં વધારે મૂર્તિ બનાવી અને મૂર્તિ સ્થાપના કરવાં આવી. જે વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ મૂર્તિ બનાવીને આવ્યા તેમને પ્રોત્સાહિત રૂપે પ્રમાણપત્ર અને ઇનામ પણ આપવામાં આવેલ છે.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અને શાળાનાં સમગ્ર સ્ટાફમિત્રોએ સાથે મળીને ખુબ જ સુંદર આયોજન કરેલ હતું. આધુનિક અને આધ્યાત્મિક સંસ્કૃતિનો સમન્વય સાથેનું શ્રેષ્ઠ શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.