આ વર્ષે દરેક વ્યક્તિએ પતંગ ચગાવવાની મજા માણી છે, જો કે પતંગ ચગાવતા સમયે દોરમાં ગૂંચ વળવાથી આપણે ઘણો દોર ફેંકી ડેટા હોય છે. જો કે ઝાડ પર, ઇલેક્ટ્રિક વાયરો પર અને લાઇટના પોલો પર પણ કપાયેલા પતંગો તેમજ ધારદાર દોરાઓ લટકતા જોવા મળે જ છે, જેનાથી નાના-મોટા અકસ્માતોની સાથે પશુ, પક્ષીથી માંડી માણસોને પણ જાન હાનિ થાય છે. ત્યારે સુરત શહેરના એક જીવદયાપ્રેમીએ એક અનોખી પહેલ કરી છે.
શહેરના એક જીવદયાપ્રેમી અને વેસુ આગમ આર્કેડમાં જય ગોપીનાથ ખમણ અને લોચોની દુકાન ચલવતા ચેતન અને પરેશે મળી એક અનોખી ઓફર જાહેર કરી છે. તેમની ઓફર મુજબ 500 ગ્રામ દોરીની ગૂંચ લાવનારને 500 ગ્રામ સાદા ખમણ તથા 1 કિલો દોરીની ગૂંચ લાવનારને 1 કિલો સાદા ખમણ અથવા ચીઝ રોલ લોચો ફ્રીમાં આપશે. આમ તો સુરતીઓને નાસ્તામાં સૌથી પ્રિય લોચો અને ખમણ રહેતાં હોય છે, ત્યારે આ વ્યક્તિએ 20 જાન્યુઆરી સુધી આ ઓફર રાખી છે.