Gujarat News: હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે અનોખી અનોખી વસ્તુઓ જોવા મળી રહી છે. હવે ફરીથી બનાસકાંઠામાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં લગ્નમાં એક પરિવારે ગાયોનું દાન કર્યું છે. થરાદના કાશવી ગામ ખાતે લગ્નમાં દીકરીને પિતાએ અનોખી ભેટ આપી છે અને હવે આ વાતની આખા ગામમાં ચર્ચા થઈ રહી છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા થરાદમાં આવેલા કાશવી ગામમાં રહેતા બારોટ પરિવારે પોતાની દીકરીના લગ્ન પ્રસંગે માંડવે પાંચ ગાયો ભેટમાં આપી છે અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જેમાં બે ગીર ગાય અને ત્રણ કાંકરેજ ગાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. ખાસ કરીને દીકરીના લગ્ન પ્રસંગે ગાયો ભેટમાં આપવા પાછળનું પિતાનું કારણ એ હતું કે, દિવસેને દિવસે લોકો જે ગાય પ્રત્યે લાગણી ભૂલી રહ્યા છે તે ફરી એકવાર ઉજાગર થાય અને લોકો ગાયનું મહત્તવ સમજતા થાય જાણતા થાય.
આપણે બધા જ જાણીએ છીએ કે હિન્દુ શાસ્ત્રોમાં ગાયને વર્ષોથી માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ આજે દિવસેને દિવસે જે પ્રમાણે ગાયનું મહત્વ ઘટી રહ્યું છે. તેના કારણે બારોટ પરિવારે પોતાની દીકરીને પાંચ ગાયો ભેટ આપીને એક ઉમદા કાર્ય પૂરું પાડ્યું છે.
108 કબરો તોડી પાડવામાં આવી અને દાદાનું બુલડોઝર હજુ પણ ફરે જ છે… હર્ષ સંઘવીનો ધારદાર વાર
લગ્નમાં પહેલા ગાયોની વિદાય કરવામાં આવી હતી. ગાયોની વિદાય કરાઇ તે પહેલા ગાયોની આરતી કરી હતી અને તિલક કરી ગોળ ખવડાવી અને ગાયોને વિદાય આપી હતી.