ગુજરાતના વિકાસની ગાડી ગમે તેટલા પાટા પર દોડે, ગુજરાતમાં મેટ્રો-બુલેટ ટ્રેન દોડતી થઈ જાય, પરંતુ રખડતા ઢોરોનો ત્રાસનો કોઈ અંત આવતો નથી. વિકાસની સાથે સાથે ગુજરાતના રસ્તાઓ પર ઢોરો પણ એવા સડસડાટ દોડે છે કે, ગમે તેનો ભોગ લેવાય જાય. ગુજરાતમા રખડતા ઢોરોને કારણે અનેકોના જીવ ગયા છે. વડોદરાના રસ્તાઓ પર રખડતા ઢોરોનો આતંક વધી રહ્યો છે. આખલાએ વૃદ્ધને અડફેટે લીધો હતો. જેના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે.
વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોર લોકોનો જીવ જાેખમમાં મૂકતા હોય તેવી ઘટનાઓ સામે આવી છે. શહેરના ચોખંડી વિસ્તારમાં જીઈબી ઓફિસ પાસેથી ચાલતા જતા આધેડને ઢોરે ભેટી મારી હતી. ઢોરે પાછળથી સડસડાટ આવીને ભેટી મારતા આધેડ ૧૦ ફૂટ દૂર ફેંકાયા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
આ હુમલામાં આધેડ ઈજાગ્રસ્ત થતા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા હતા. વડોદરામાં રખડતા ઢોરો દરોજ્જ રાહદારીઓને દડાની જેમ અડફેટમાં લઈ રહ્યાં છે. છતાં તંત્ર મૂકપ્રેક્ષક બનીને જાેઈ રહે છે. ગઈકાલે પણ ગોરવા વિસ્તારમાં ઢોરએ વૃદ્ધને અડફેટે લીધા હતા.