Gujarat News: સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે કે સ્ત્રીની સગાઈ અને લગ્ન થઈ જાય એટલે તે જીવનમાં આગળ નથી વધી શકતી, ખાસ કરીને ભણવામાં તો એમનો વિકાસ રુંધાઈ જાય છે. પરંતુ આ વાતને બિલકુલ ખોટી સાબિત કરીને જામનગરના વિણાબહેને અનોખું ઉદાહરણ સમાજ સામે બેસાડ્યું છે. સગર સમાજમાંથી આવતા વિણાબહેન કૃષ્ણદેવ કારેણા મૂળ જુનાગઢના છે અને હાલમાં જામનગર સાસરે છે. એમના પતિ મહેશભાઈ જીવાભાઈ પાથર બ્રાસપાટનો બિઝનેસ (શ્રી કૈલાશ કાસ્ટ એન્ડ એન્ટરપ્રાઇઝ) ચલાવે છે. વિણાબહેન મહેશભાઈ પાથરનું નામ આજે ચારેકોર ગુંજી રહ્યું છે. કારણ કે વિણાબહેને મનોવિજ્ઞાન સાથે PHD ની ડિગ્રી પુરી કરી છે. એક 9 વર્ષનું બાળક અને 14 વર્ષથી લગ્ન થઈ ગયા છતાં આજે વિણાબહેન ડોક્ટર બનીને લોકોને મોટિવેશન પુરુ પાડી રહ્યા છે.
32 વર્ષના વિણાબહેનના 2009માં લગ્ન થઈ ગયા હતા. મુળ તેમનું વતન જૂનાગઢ અને હાલમાં તેઓ જામનગર સાસરે છે. જ્યારે કોલેજના પહેલા વર્ષમાં હતા ત્યારે જ તેઓના લગ્ન થઈ ગયા હતા. પરંતુ તમેનું ભણવાનું ન છૂટ્યું. બીએ. એમ એ અને બીએડ તો એમણે પુરુ કર્યું જ કર્યું પણ સાથે સાથે 2018માં પીએચડી માટે રજિસ્ટ્રેશન કર્યું અને 2019માં ભણવાનું શરૂ કર્યું. અંતે આજે 2023માં આ ડિગ્રી પણ વિણાબહેને હાંસલ કરીને પરિવારને તેમજ સગર સમાજને ગૌરવ અપાવ્યું છે. મનો વિજ્ઞાન વિષય સાથે જ તેઓ પહેલાથી ભણ્યા છે અને હાલમાં પીએચડીની ડિગ્રી પણ મનોવિજ્ઞાન વિષય સાથે જ મેળવી છે.
આ હર્ષની લાગણી અને ખુશીની ક્ષણ સમયે વિણાબહેન કહે છે કે મારા પરિવારનો અને ખાસ મારા પતિનો ખૂબ સપોર્ટ રહ્યો છે. મને આકાશની જેમ વિસ્તરવા દીધી અને ભણાવી. આજે આ ડિગ્રી મળી એમાં મારા પતિનો ખૂબ સપોર્ટ છે. મને જે રીતે અને જે ભણવું હતું એ ભણવા દીધી. હું પોતે પણ 4 વર્ષથી ટ્યુશન ચલાવું છું અને છેલ્લા એક વર્ષથી પ્રિ સ્કુલ(શિવમ્ પ્લે હાઉસ) પણ ચલાવું છું. સ્ત્રીઓને હુ એટલું જ કહેવા માગું છું કે જો પરિવાર સપોર્ટ કરે તો બધું કરી શકીએ. સ્ત્રી ધારે તો બધું કરી શકે. જો તમારી ઈચ્છા નબળી હોય તો તમે કંઈ ના કરી શકો, બાકી એક વખત ધારી લો પછી આકાશ પણ તમારી મુઠ્ઠીમાં છે.
ખાખીમાં એક્શન મારી રિલ્સ બનાવતા પોલીસકર્મીઓ સાવધાન, ગુજરાત પોલીસ વડાનો સૌથી મોટો આદેશ
એક રિપોર્ટ અને અદાણીના 19,000 કરોડ સ્વાહા, ચીનીઓ પણ આગળ નીકળી ગયા, જાણો હવે કેટલામા નંબરે
પતિના સપોર્ટથી આગળ આવેલ વિણાબેન ના પતિ વિણા બેનને phd ની ડિગ્રી ની મળવાથી ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે.. કારણ કે છેલ્લા 14 વર્ષથી કરેલી બધી મહેનત આજે લેખે લાગી. રાત દિવસ કરેલી મહેનત આજે સફળ થઈ અને સમાજ તેમજ પરિવાર એમનું ગૌરવ લઈ રહ્યો છે.