Health News: શિયાળાની ઋતુમાં તીવ્ર ઠંડીથી બચવા લોકો શું નથી કરતા. કપડાં સિવાય, કેટલાક લોકો ધૂમ્રપાન કરે તો ઘણા લોકો દારૂનું સેવન કરવાનું શરૂ કરે છે. તે જ સમયે, કેટલાક લોકોમાં એવી ગેરસમજ છે કે શિયાળામાં મર્યાદિત માત્રામાં દારૂ પીવો સ્વાસ્થ્ય માટે સારું છે. હાલમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ એક મોટો ખુલાસો કર્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, આલ્કોહોલનું એક ટીપું પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
આલ્કોહોલ જીવલેણ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તાજેતરના અભ્યાસોના આધારે કહ્યું છે કે લોકો તેમના શરીરમાં આલ્કોહોલનું એક ટીપું લે છે કે તરત જ તેઓ કેન્સર જેવા જીવલેણ રોગ તરફ પહેલું પગલું ભરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સ્પષ્ટ કહ્યું છે કે તમે કેટલા પ્રમાણમાં દારૂ પીવો છો તેનાથી કોઈ ફરક પડતો નથી. WHOએ કહ્યું છે કે આલ્કોહોલનું એક ટીપું પણ તમારા માટે ઝેર સમાન છે.
આલ્કોહોલ માટે પીવાનું કોઈ નિશ્ચિત ધોરણ નથી
WHOએ કહ્યું છે કે જ્યારે આલ્કોહોલ પીવાની વાત આવે છે, ત્યારે તેની કોઈ સુરક્ષિત માત્રા નથી કે જેનાથી સ્વાસ્થ્યને અસર ન થાય. આલ્કોહોલના વપરાશના કથિત સલામત સ્તર અંગે કોઈ દાવા કરી શકાતા નથી. આમાં WHOએ કહ્યું કે આલ્કોહોલ એક હાનિકારક પીણું છે, તેથી તેને બને તેટલું ટાળવું જોઈએ. ઉપરાંત, આલ્કોહોલ પીવાનું કોઈ નિશ્ચિત ધોરણ નથી કે જેના દ્વારા તે નક્કી કરી શકાય કે ઓછું પીવામાં કોઈ નુકસાન નથી અને વધુ દારૂ પીવાથી સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો થાય.
આલ્કોહોલના સેવનથી 7 પ્રકારના કેન્સર
WHO અનુસાર, આલ્કોહોલના સેવનથી 7 પ્રકારના કેન્સરનો ખતરો રહે છે. આમાં ગળાનું કેન્સર, લીવર કેન્સર, કોલોન કેન્સર, માવ કેન્સર, સ્તન કેન્સર, અન્નનળીનું કેન્સર વગેરેનો સમાવેશ થાય છે.
બજેટ 2024: મોદી સરકારના ટૂંકા અને ટચ બજેટને સરળ રીતે સમજો, જાણો સૌથી અગત્યના આ 8 પોઈન્ટ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ કહ્યું કે ઈથેનોલ જૈવિક પ્રણાલી દ્વારા કેન્સરનું કારણ બને છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આલ્કોહોલનું સેવન ઓછું હોય કે વધુ માત્રામાં, તે તમને કેન્સર જેવી ગંભીર બીમારી તરફ ધકેલશે.