Health News: શિયાળાની ઋતુમાં ઘણા લોકો દરરોજ પનીર ખાવાનું પસંદ કરતા હોય છે. આમ તો પનીરમાંથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. પરંતુ ઠંડીની સિઝનમાં રોજ પનીર ખાવું જોઇએ કે નહીં તેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.
શું કહે છે એક્સપર્ટ?
પનીર ખાવા અંગે એક્સપર્ટનો મત જણાવીએ તો તમે ઠંડીની મોસમમાં દરરોજ સિમિત માત્રામાં પનીર ખાઇ શકો છો. સવારે ઉઠીને કાચું પનીર ખાવું એ શરીર માટે ફાયદાકારક છે. કારણ કે, પનીરમાં મુખ્યત્વે વિટામિન બી 12 હોય છે ઉપરાંત પ્રોટીનનો પણ ઉમદા સ્ત્રોત છે. આ સિવાય તેમાં વિટામિન ડી અને સેલેનિયમ પણ હોય છે.
ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થશે
ઠંડીની સિઝનમાં હાડકામાં થતો દુખાવો પનીરના સેવનથી દૂર કરી શકાય છે. શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવવા માટે પનીર ખાવું જ જોઇએ. એમાં પણ ખાસ કરીને કાચું પનીર ખાવાથી શરીરને એનર્જી મળે છે.
સૌથી છેલ્લે એ પણ જણાવી દઇએ કે, ઠંડીમાં થનારી બિમારીથી બચવા માટે પનીર ફાયદાકારક છે. તમે પણ ઠંડીમાં દરરોજ પનીરનું સેવન કરી શકો છો પરંતુ આ પહેલા ડૉક્ટરની યોગ્ય સલાહ લેવી પણ આવશ્યક છે.