Health News: શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા લોકોને આ ઠંડીની ઋતુમાં શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ ઝડપથી થાય છે. પરંતુ શિયાળામાં જો તમે દરરોજ સવારે તુલસીનું પાણી પીશો તો તમારે બીમાર પડીને દવાખાને નહીં જવું પડે. કારણ કે તુલસીનું પાણી રોગ સામે તમારું રક્ષણ કરશે.
તુલસીમાં હોય છે એન્ટિઑક્સિડન્ટ
દરરોજ સવારે વહેલા ઉઠીને જો તમે તુલસીનું પાણી પીશો તો તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તુલસીનું પાણી શિયાળામાં પીવાથી શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓથી છુટકારો અપાવે છે. કારણ કે, તુલસીમાં રહેલા એન્ટિઑક્સિડન્ટ શરીર માટે ફાયદાકારક છે.
ત્વચા સંબંધિત રોગમાં રાહત
આ સિવાય જે લોકોને વારંવાર એસિડિટીની સમસ્યા થતી હોય અથવા પેટ ખરાબ રહેતું હોય તો દરરોજ સવારે તુલસીનું પાણી પીવું જોઈએ. જેનાથી તમને રાહત મળશે. તુલસીનું પાણી પીવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. તેનાથી ચહેરા પરના ખીલ દૂર કરવામાં મદદ મળી રહે છે.
અંબાલાલ પટેલની આગાહી, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો
શરીરનો સ્ટ્રેસ ઓછો થાય છે
સૌથી છેલ્લે એ પણ જણાવી દઇેએ કે, જો તમે તુલસીનું પાણી પીશો તો ધીમે-ધીમે ઘૂંટણનો દુખાવો પણ મટી જવાની શક્યતા છે. આ ઉપરાંત શરીરનો સ્ટ્રેસ પણ ઓછો થાય છે. એટલે તુલસીનું પાણીનું પીવાનો આગ્રહ રાખવો જોઇએ પરંતુ આ પહેલા સંબંધિત એક્સપર્ટની સલાહ લેવી પણ આવશ્યક છે.