Health News: શિયાળાની સીઝનમાં જ્યારે તડકો નીકળે એટલે તડકામાં બેસવાનું મન જરુર થાય. આ તડકામાં બેસવાથી ખાલી શરીર ગરમ નથી થતું પરંતુ આરોગ્ય માટે પણ ફાયદાકારક હોય છે. ભોજનથી ઉર્જા મળે છે તો તડકામાંથી વિટામિન D મળે છે.
વિટામિન-D આપણા હાડકાઓ માટે ખૂબ જરૂરી હોય છે કેમ કે આ કેલ્શિયમના અવશોષણમાં મદદ કરીને હાડકાઓને મજબૂત બનાવે છે. વિટામિન Dની ઉણપથી હાડકાઓ કમજોર થઈ જાય છે અને તૂટવાનું જોખમ વધી જાય છે.
સૂર્યનો તડકો વજન નિયંત્રણમાં રાખવાની એક પ્રાકૃતિક રીત છે. કસરતની સાથે તડકામાં બેસવાથી શરીરનું વજન ઘટાડવામાં મદદ મળે છે કેમ કે આ આપણી કેલેરી બર્નને વધારે છે. જો તમે તડકાથી વિટામિન D મેળવવા માગો છો તો આ માટે સવારે 8 વાગ્યા પહેલાનો તડકો યોગ્ય માનવામાં આવે છે આ સમયે માત્ર 10 મિનિટનો તડકો લેવો પણ પૂરતો હોય છે.
તો આવો જાણીએ, શિયાળામાં તડકામાં બેસવાથી થતા લાભ વિશે
1) વિટામિન D: વિટામિન Dની ઉણપથી હાડકાઓ કમજોર થઈ જાય છે અને તૂટવાનું જોખમ વધી જાય છે. શિયાળાના તડકામાં વિટામિન D પૂરતા પ્રમાણમાં હોય છે, જેનાથી હાડકાઓ મજબૂત અને સ્વસ્થ બની રહે છે.
2) બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે: શિયાળાની સીઝનમાં આમ તો બીમારીની ચપેટમાં ઝડપથી આવી જવાય છે. પરંતુ શિયાળામાં તડકામાં બેસવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
3) મૂડ સારો રહે છે: સૂર્યની રોશનીમાં રહીને આપણુ મન વધુ શાંત અને પ્રસન્ન રહે છે. શરીરમાં હોર્મોન્સ બનવાના કારણે શરીર અને મગજને આરામ પહોંચાડે છે અને તણાવને ઘટાડવામાં મદદરુપ થાય છે.
આ ઉપરાંત તમારી ત્વચાને પણ લાભ આપે છે અને વજન ઘટાડવવામાં પણ મદદરુપ નીવડે છે. શિયાળામાં જો તમે તડકામાં બેસો છો તો તમારો ચહેરો પણ ગ્લો કરે છે. તડકામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ખીલને ખતમ કરવામાં મદદ કરે છે.
કયા સમયે તડકામાં બેસવું જોઇએ ?
– સવારે 8 થી 10ના સમયગાળામાં તમે 10 મિનિટનો તડકો લઈ શકો છો
– આ ઉપરાંત સાંજે સૂર્ય આથમવાના એક કલાક પહેલા બેસી શકો છો
– બપોરના સમયે સૂર્ય કિરણો તેજ હોવાથી સ્કિનને નુકસાન પહોંચે છે તેથી આ સમયે તડકામાં બેસવાનું ટાળવું
તો આ ટિપ્સ અપનાવીને તમે પણ શિયાળામાં તડકામાં બેસીને વિટામિન D સાથે ઘણા બધા લાભ લઈ શકો છો.