ઠંડીની ઋતુમાં ગરમ પાણીથી ચહેરો ધોવો જોઇએ કે નહીં? જાણી લો તમારા કામની વાત…

Desk Editor
By Desk Editor
Share this Article

Health News: શિયાળાની ઋતુમાં ઘણા ખરા લોકોની ત્વચા સૂકી બની જાય છે. એવા સમયે ખાસ કરીને ચહેરાની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. ઠંડીની સિઝનમાં મોટાભાગના લોકો ગરમ પાણીથી ચહેરો ધોવાનું પસંદ કરે છે કારણ કે, તે આરામ દાયક લાગે છે. પરંતુ અહીં તમને જણાવીશું કે, શિયાળામાં ગરમ પાણીથી ચહેરો ધોવાથી ફાયદો થાય છે કે નુકસાન?

ચામડી દાઝી જવાની શક્યતા

સૌથી પહેલા એ જાણી લો કે, ગરમ પાણીથી ચહેરાની સફાઇ સારી રીતે થાય છે. જ્યારે ગરમ પાણી ચહેરાને અડે છે ત્યારે છીદ્રો ખૂલી જાય છે. એટલે ચામડીમાં જમા થયેલી ગંદકી, તેલ અને ડેડ સેલ્સ આસાનીથી બહાર નીકળી જાય છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે, પાણી વધારે પડતું ગરમ ન હોવું જોઇએ. નહીંતર ચહેરા પર લાલાશ જોવા મળશે અને ચામડી દાઝી જવાની શક્યતા રહે છે.

નવસેકા પાણીથી ચહેકો ધોવો જોઇએ

જો તમે હૂંફાળા પાણીથી ચહેરો ધોશો તો ચહેરામાં બ્લડ સર્ક્યૂલેશન સારી રીતે થશે. પરિણામે તમારા ચહેરાની ચમક પણ વધશે. એટલે શિયાળામાં નવસેકા પાણીથી ચહેરો ધોવો જોઇએ.

અંબાલાલ પટેલની આગાહી, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો

વિદેશની જેમ દ્વારકામાં લોકો જોઈ શકાશે ડોલ્ફીન, સરકાર અને અક્ષર ટ્રાવેલ્સ વચ્ચે થયા 20 કરોડના MoU, જાણો વિગત  

વધુ પડતા ગરમ પાણીથી નુકસાનની શક્યતા

છેલ્લે ગરમ પાણીથી થતા નુકસાન વિશે પણ તમને જણાવી દઇએ. જો વધારે પડતું ગરમ પાણી હશે તો ચહેરા પર સોજો આવવાની શક્યતા છે. આ ઉપરાતં ગરમ પાણી ચામડીમાંથી વધુ પડતા ભેજને દૂર કરે છે જેના કારણે શુષ્કતા અને બળતરા પેદા થઇ શકે છે. છેલ્લે એ પણ જાણી લો કે, ગરમ પાણીથી ચામડીનું કુદરતી તેલ અને ભેજ પણ નષ્ટ થઇ શકે છે.


Share this Article