Health News: ઘણીવાર એવું બને છે કે રસોઈ વધુ બની જાય છે. રાત્રે બનેલી રોટલી કે અન્ય રસોઈને સવારે વાસી ગણવામાં આવે છે. સામાન્ય રીતે આવું રોટલીમાં જ થાય છે. પરંતુ આ વાસી રોટલીને ક્યારેય ફેંકવાની ભૂલ ન કરતા. કારણ કે, એના ફાયદા એટલા છે કે, એ જાણીને તમે દંગ રહી થશો.
કંટ્રૉલમાં રહે છે સુગર લેવલ
તાજી રોટલીની સરખામણીમાં વાસી રોટલી સુગલ લેવલને કંટ્રોલ કરવામાં વધારે અસરકારક છે. ઠંડા ખોરાકને ફરીથી ગરમ કરવાની પ્રક્રિયા કાર્બોહાઈડ્રેટની સંરચનાને બદલી દે છે. તેનો અર્થ થાય છે કે લોહીમાં ગ્લુકોઝ ધીરે-ધીરે જાય છે. જેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
પાચનક્રિયા સુધરે છે
જ્યારે રોટલી વાસી થઈ જાય છે ત્યારે જટિલ કાર્બોહાઈડ્રેટ્સ પણ તૂટવાનું શરૂ થઈ જાય છે. જે તેના પાચનને સરળ બનાવે છે. જેમની પાચન શક્તિ નબળી છે તેમના માટે વાસી રોટલી ખૂબ જ સારો વિકલ્પ છે.
પેટમાં વધે છે સારા બેક્ટેરિયા
વાસી રોટલી પેટમાં પ્રીબાયોટિક્સ નામના ગુડ બેક્ટેરિયાને વધારે છે. આ બેક્ટેરિયા ન માત્ર પાચન ક્રિયા સુધારવામાં મદદ કરે છે પરંતુ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.
નાસ્તાનો સારો વિકલ્પ
વડોદરા હરણી ઘટના: શિક્ષિકા-વિદ્યાર્થિનીના એકસાથે અંતિમ સંસ્કાર, સ્મશાનમાં હાજર સૌ કોઈ રડી પડ્યાં
“અમે પાઈપ પકડીને ઉપર આવ્યા…” – મોતની મુખમાંથી બચી જનાર બાળકે કહી સમગ્ર ઘટના, તંત્રને શરમ આવવી જોઈએ!
વાસી રોટલીમાંથી તમે અલગ અલગ વસ્તુઓ બનાવી નાસ્તામાં ઉપયોગમાં લઈ શકો છો. વાસી રોટલીમાં તમે વિવિધ શાકભાજી અને મસાલા ઉમેરી સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકો છો. આ રોટલીને તમે મધ અને દૂધ સાથે પણ ખાઈ શકો છો. આ સિવાય અન્ય ઑપ્શન પણ ઉપલબ્ધ છે.