Business News: ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના સાપ્તાહિક ભાવમાં વધારો થયો છે. ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની વેબસાઈટ અનુસાર 26 માર્ચે આ બિઝનેસ સપ્તાહની શરૂઆતમાં 24 કેરેટ સોનાનો ભાવ 66,716 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે માર્ચના રોજ વધીને 67,252 રૂપિયા થઈ ગયો હતો. તે જ સમયે, 999 શુદ્ધતા ચાંદીની કિંમત 74,279 રૂપિયાથી ઘટીને 74,127 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાના ભાવ એખ તોલાના 70,410 રૂપિયા બોલાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે IBGA દ્વારા બહાર પાડવામાં આવેલ કિંમતો વિવિધ શુદ્ધતાના સોનાના પ્રમાણભૂત ભાવ વિશે માહિતી પ્રદાન કરે છે. આ તમામ કિંમતો ટેક્સ અને મેકિંગ ચાર્જિસ પહેલાની છે. IBGA દ્વારા જારી કરાયેલા દરો સમગ્ર દેશમાં સાર્વત્રિક છે પરંતુ તેમની કિંમતોમાં GSTનો સમાવેશ થતો નથી.
છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો?
25 માર્ચ, 2024- બજારની રજા
26 માર્ચ, 2024- રૂ. 66,716 પ્રતિ 10 ગ્રામ
27 માર્ચ, 2024- રૂ. 66,834 પ્રતિ 10 ગ્રામ
28 માર્ચ, 2024- રૂ. 67,252 પ્રતિ 10 ગ્રામ
29 માર્ચ, 2024- બજારની રજા
છેલ્લા એક સપ્તાહમાં ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થયો?
25 માર્ચ, 2024- બજારની રજા
26 માર્ચ, 2024- રૂ 74,279 પ્રતિ કિલો
27 માર્ચ, 2024- રૂ 73,997 પ્રતિ કિલો
28 માર્ચ, 2024- રૂ 74,127 પ્રતિ કિલો
29 માર્ચ, 2024- બજારની રજા
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
જાન્યુઆરીમાં ગોલ્ડ ETFમાં ₹657 કરોડનું રોકાણ
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા એટલે કે એમ્ફીના ડેટા અનુસાર, રોકાણકારોએ ગયા મહિને એટલે કે જાન્યુઆરીમાં ગોલ્ડ ઇટીએફમાં ઘણાં નાણાંનું રોકાણ કર્યું હતું. જાન્યુઆરીમાં ગોલ્ડ ETFમાં રૂ. 657 કરોડનું રોકાણ થયું હતું. ગયા મહિનાની સરખામણીમાં આ 7 ગણું છે. ત્યારે હજુ આગામીં 6 મહિનામાં સોનાના ભાવ હજુ પણ આસમાને જાય એવી આશા છે.