હવે આ એક્સપ્રેસ વે પર ઓટો અને ઈ-રિક્ષા નહીં ચાલે, ભૂલ કરી તો સીધો 20,000નો મેમો ફાટશે, લોકોમાં નારાજગી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News : ઓટો કે ઇ-રિક્ષા ચલાવનારા માટે માઠા સમાચાર છે. હવે નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસ (Noida-Greater Noida Expressway) વે પર ઓટો કે ઈ-રિક્ષા ચલાવતા લોકોને રોકવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ ટ્રાફિક પોલીસે  (Traffic Police) કહ્યું કે, જો કોઇ થ્રી-વ્હીલર દેખાશે તો 20 હજાર રૂપિયાનો ભારે દંડ ફટકારવામાં આવશે. ટ્રાફિક પોલીસે ઉલ્લંઘન કરનારાઓને દંડ ફટકારવાનું અને ઇ-ચલણ મોકલવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે સમગ્ર ઓટો યુનિયન ગુસ્સે ભરાયું છે.

 

આ વર્ષે જૂનમાં ટ્રાફિક વિભાગે નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર સેક્ટર 14એથી પરી ચોક સુધી ઓટો, ટેમ્પો, ટ્રેક્ટર-ટ્રોલી, બળદગાડા, ઈ-રિક્ષા અને અન્ય ધીમી ગતિએ ચાલતા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, ઓટો યુનિયને ધમકી આપી હતી કે જો ટ્રાફિક વિભાગ તેની કાર્યવાહી ચાલુ રાખશે તો વિરોધ પ્રદર્શન શરૂ કરશે. છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક પોલીસ નિયમ ભંગ કરનારને 20 હજાર રૂપિયાનો દંડ ફટકારી રહી છે.

 

 

જો કે, ઓટો ડ્રાઇવરોએ વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ એમિટી યુનિવર્સિટી, કાલિંદી કુંજ અને સરિતા વિહાર સુધી પહોંચવા માટે મહામાયા ફ્લાયઓવર નજીક એક નાનો ભાગ આવરી લે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, એક ઓટો ડ્રાઈવર વિજય કુમારે જણાવ્યું હતું કે, “મને મોટર વ્હીકલ એક્ટની કલમ 115 અને 194 હેઠળ ઇ-ચલણ પણ મળ્યું છે. પોલીસે ન તો મને રોક્યો કે ન તો ઉલ્લંઘન વિશે જણાવ્યું, પરંતુ મારા ઓટોની તસવીર લીધી અને ઇ-ચલણ મોકલ્યું, હું રોજના 500-600 રૂપિયા કમાઉં છું, હું દંડ કેવી રીતે ભરી શકું?

 

શક્તિની પૂજા કરતી વખતે કળશ શા માટે રાખવામાં આવે છે? જાણો તેની સ્થાપનાની પદ્ધતિ અને નિયમો

અભિનેત્રીના પરિવારના અધધ 300 સભ્યો ઈઝરાયેલમાં ફસાયા, બહેન-જીજાની હત્યા બાદ સૌથી મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટ બોર્ડનો અણઘડ વહીવટ: VIP ક્લચર હાવી થતા મધ્યમ વર્ગના ક્રિકેટ પ્રેમીઓને ટિકિટો ન મળતા નારાજ

 

“અમે ડ્રાઇવરોને સલાહ આપી છે કે જો જરૂર પડે તો તેઓ નોઈડા એક્સપ્રેસ વેને બદલે હાઇવેની સર્વિસ લેનનો ઉપયોગ કરે. જો ઓટોને એક્સપ્રેસ વેમાં પ્રવેશતા અટકાવવામાં આવે તો તેમને બોટનિકલ ગાર્ડનથી સેક્ટર 37 અને ત્યાર બાદ મહામાયા ફ્લાયઓવર તરફ લાંબો રસ્તો અપનાવવો પડશે. આના માટે વધુ સમય અને ઇંધણ ખર્ચ થશે. બુધવારે, પોલીસ અધિકારીઓએ ઓટો ડ્રાઇવરોના એસોસિએશન સાથે બેઠક યોજી હતી, જેમાં ઇ-ચલણ રદ કરવાની માંગ કરવામાં આવી હતી, અને કહ્યું હતું કે જો અધિકારીઓ આવું નહીં કરે તો તેઓ રસ્તાઓ પર ઉતરી આવશે.

 


Share this Article