Onion Price: નવરાત્રિ પૂરી થતાં જ ડુંગળીના ભાવમાં આગ લાગી છે. દેશની રાજધાની દિલ્હીમાં ડુંગળીના ભાવ 70 રૂપિયા સુધી પહોંચી ગયા છે. અહેવાલ મુજબ મહારાષ્ટ્રના લાસલગાંવ એપીએમસીમાં છેલ્લા 15 દિવસમાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં 58 ટકાનો વધારો થયો છે. જેનું મુખ્ય કારણ મહારાષ્ટ્રમાં કુલ વાવેતર વિસ્તારમાં ઘટાડો છે. ગયા સપ્તાહમાં જ ડુંગળીના ભાવમાં 18 ટકાનો વધારો થયો છે.
મંગળવાર સુધીમાં લાસલગાંવ માર્કેટમાં ડુંગળીની સરેરાશ કિંમત રૂ. 38 પ્રતિ કિલો હતી. જે બે અઠવાડિયા પહેલા રૂ. 24 પ્રતિ કિલોની સરખામણીએ 58 ટકા વધુ છે. અગાઉ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ટામેટાંના ભાવ આસમાને પહોંચી ગયા હતા. જેના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોંઘવારીના કારણે સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવે ડુંગળી તમને રડવાની તૈયારી કરી રહી છે.
દિલ્હીમાં ડુંગળી 70 રૂપિયા સુધી પહોંચી ગઈ છે
દેશની રાજધાની દિલ્હીમાં ડુંગળીના છૂટક ભાવમાં 25-50 ટકાનો વધારો થયો છે. હાલમાં ડુંગળી 50-70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. બુધવારે દિલ્હી તેમજ મહારાષ્ટ્રના કેટલાક બજારોમાં સારી ગુણવત્તાવાળી ડુંગળીની સૌથી વધુ કિંમત 50 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. અહેમદનગરમાં 10 દિવસમાં ડુંગળીની સરેરાશ કિંમત 35 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 45 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. એ જ રીતે મહારાષ્ટ્રના મોટા ભાગના ડુંગળી ઉત્પાદક જિલ્લાઓમાં જથ્થાબંધ ડુંગળીના ભાવ હવે 45 થી 48 રૂપિયા પ્રતિ કિલો છે.
ભાવ વધવાની ધારણા છે
અહેવાલમાં જણાવાયું છે કે ડિસેમ્બર સુધી ડુંગળીના ભાવમાં વધારો થવાની ધારણા છે, અને નવા ખરીફ પાકના આગમનમાં પણ વિલંબ છે, જે લગભગ બે મહિનાના વિલંબ સાથે આવવાની ધારણા છે. ડુંગળીના ભાવ વધવાનું મુખ્ય કારણ બજારોમાં ડુંગળીની ઘટતી જતી આવક છે. છેલ્લા પખવાડિયામાં સંગ્રહિત ડુંગળીની આવકમાં લગભગ 40 ટકાનો ઘટાડો થયો છે, જે દરરોજના આશરે 400 વાહનો (દરેક 10 ટન)થી લગભગ 250 વાહનો પર આવી ગયો છે, એમ અહેવાલમાં જણાવાયું છે.
નવી ડુંગળીમાં બે મહિનાનો વિલંબ
રામ લલ્લાના અભિષેક માટે 22મી જાન્યુઆરી અને બપોરે 12.30 વાગ્યાનો જ સમય કેમ પસંદ કરવામાં આવ્યો?
વાત કરતાં અહમદનગર જિલ્લાના ડુંગળીના વેપારી સંગઠનના પ્રમુખ નંદકુમાર શિર્કેએ જણાવ્યું હતું કે ખરીફ સિઝનમાંથી નવી લાલ ડુંગળીના આગમનમાં લગભગ બે મહિના જેટલો વિલંબ થવાને કારણે આ સ્થિતિ યથાવત રહેવાની ધારણા છે. 25 ઓગસ્ટે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી હતી. વધુમાં સરકારે વધતા ભાવને કાબૂમાં લેવા માટે નાફેડ દ્વારા ખરીદેલી ડુંગળીને જથ્થાબંધ બજારોમાં પ્રવર્તમાન બજાર દરોથી નીચે વેચવાનું શરૂ કર્યું.