India News: પંજાબમાં લગ્નના બે દિવસ બાદ એક વરરાજાનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ભટિંડા-મુક્તસર રોડ પર ટ્રક-કારની ટક્કરમાં કારમાં મુસાફરી કરી રહેલા એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટના ગુરુવારે રાત્રે બની હોવાનું કહેવાય છે. યુવકની ઓળખ મુક્તસર જિલ્લાના કોટભાઈ ગામના સંદીપ સિંહ તરીકે થઈ છે.
સંદીપ રેવન્યુ વિભાગમાં પટવારીની પોસ્ટ પર કામ કરતો હતો. બે દિવસ પહેલા જ તેના લગ્ન થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે તેણે લગ્ન માટે ભાડે લીધેલી શેરવાની પરત કર્યા બાદ તે ભટિંડાથી તેની સ્વિફ્ટ ડિઝાયર કારમાં કોટભાઈ પરત ફરી રહ્યો હતો. પરત ફરતી વખતે જ્યારે તે ભટિંડા રોડ પર ભિસિયાણા ગામ પાસે પહોંચ્યો, ત્યારે એક ઝડપી ટ્રકે કારને જોરદાર ટક્કર મારી. યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
Breaking News: AAP ધારાસભ્યની મુશ્કેલીઓ વધી, કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સામે કર્યુ સરેન્ડર, કહ્યું “આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ”
સંદીપના બે દિવસ પહેલા જ લગ્ન થયા હોવાની માહિતી મળી છે. આ દુ:ખદ અકસ્માત થયો ત્યારે ઘરમાં લગાવેલા ટેન્ટ અને લગ્નની સજાવટનો સામાન પણ હટાવવામાં આવ્યો ન હતો. સંદીપના મૃત્યુના સમાચાર સાંભળીને નવપરિણીત દુલ્હન પોતાના પરિવાર સાથે રડવા લાગી હતી. પોલીસે જણાવ્યું કે સંદીપના પિતા જે પટવારીની પોસ્ટ પર કામ કરતા હતા તેમનું અવસાન થયું છે. પિતાની જગ્યાએ સંદીપને નોકરી મળી.