બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેના પર હુમલો કરવાનો આરોપી ચોરીના ઇરાદે આવ્યો હતો. મુંબઈ પોલીસે આ કેસ ઉકેલી નાખ્યો છે. પોલીસે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મોહમ્મદ સરીફુલ ઇસ્લામ શહજાદ તરીકે ઓળખાતો આ આરોપી છેલ્લા કેટલાક મહિનાઓથી બિજોય દાસ નામથી મુંબઇના થાણે વિસ્તારમાં રહેતો હતો. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે આરોપી ભારતીય છે અને તે બાંગ્લાદેશી નાગરિક હોઈ શકે છે તે સાબિત કરવા માટે કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસ ટૂંક સમયમાં આરોપીને કોર્ટમાં રજૂ કરશે અને ત્યારબાદ રિમાન્ડ પર લઇ આ કેસના વણઉકેલ્યા પ્રશ્નો જાણવાનો પ્રયાસ કરશે.
સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી બાંગ્લાદેશી છે?
મુંબઈ પોલીસના ડીસીપી દીક્ષિત ગેડમે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, ’16 જાન્યુઆરીએ સવારે 2 વાગ્યે સૈફ અલી ખાનના ઘર પર હુમલો થયો હતો. બાંદ્રા પોલીસે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે. મોહમ્મદ ઈસ્લામ શહજાદ તરીકે ઓળખાતો આરોપી થોડા મહિનાઓથી મુંબઈમાં રહેતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે તે સૈફ અલી ખાનના ઘરે ચોરીના ઇરાદે ગયો હતો. એવું લાગે છે કે આરોપી બાંગ્લાદેશી હોઈ શકે છે. અમે તપાસ કરી રહ્યા છીએ અને પાસપોર્ટ એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે.”
આરોપી નામ બદલીને મુંબઈમાં રહેતો હતો.
સૈફ પર હુમલો કરનાર આરોપી બાંગ્લાદેશી હોવાના પુરાવા છે. તેની પાસે ભારતના કોઈ દસ્તાવેજ નથી. તેમાંથી કેટલીક વસ્તુઓ મળી આવી છે, જે દર્શાવે છે કે તે બાંગ્લાદેશી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ભારત આવ્યા બાદ આરોપીએ પોતાનું નામ બદલ્યું હતું. મોહમ્મદ ઈસ્લામ શહજાદ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસી ગયો હતો અને છેલ્લા 4 મહિનાથી મુંબઈના થાણેમાં રહેતો હતો. પોલીસે જણાવ્યું કે તે હાઉસકીપિંગ એજન્સીમાં કામ કરતો હતો.
આ સવાલોનો હજુ સુધી જવાબ નથી મળ્યો…?
સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ સૌથી મોટો સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે હુમલાખોર 12માં માળે કેવી રીતે પહોંચ્યો. બિલ્ડિંગના પ્રવેશદ્વારથી લિફ્ટ સુધી, કોઈએ તેને અટકાવ્યો ન હતો? પોલીસને હુમલાખોર સૈફ અલી ખાનના ઘરમાં બળજબરીથી ઘૂસવા, તાળું તોડવા, બારીની જાળી કાપવા વગેરેના પુરાવા મળ્યા નથી. આવી સ્થિતિમાં, પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે જો બળજબરીથી પ્રવેશના કોઈ સંકેત નથી, તો પછી ઘરમાં કોણ પ્રવેશ્યું. શું કોઈએ તેના ઘરમાં પ્રવેશવા માટે દરવાજો અથવા બારી ખુલ્લી છોડી દીધી હતી? આખરે 12માં માળે પહોંચ્યા બાદ હુમલાખોર સૈફ અલી ખાનના ઘરમાં કેવી રીતે ઘૂસ્યો? હુમલાખોરને ખબર હતી કે સૈફ અલી ખાનનું ઘર ક્યાં હતું, બાળકોનો રૂમ ક્યાં હતો? સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું હુમલાખોર ઘરેલુ મદદગારના રૂમમાંથી સૈફના ઘરમાં ઘૂસ્યો હતો? પોલીસે સૈફની ઘરેલુ મદદનું નિવેદન પણ નોંધ્યું છે.
મુંબઈ પોલીસ પણ હેક્સા બ્લેડ અને છરીનો કોયડો ઉકેલવામાં લાગી છે. વાસ્તવમાં જેહની આયાએ પોલીસને નિવેદન આપ્યું છે કે હુમલાખોરના હાથમાં હેક્સા બ્લેડ જેવું હથિયાર હતું, જેની મદદથી તેણે હુમલો કર્યો હતો. નિવેદન અનુસાર સૈફ અલી ખાન પર પણ આ જ બ્લેડથી હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ ડોક્ટરોએ સૈફની પીઠનું ઓપરેશન કરીને છરીનો ટુકડો કાઢી નાખ્યો હતો. આ નૈનીના હેક્સા બ્લેડના નિવેદનને ખોટું સાબિત કરે છે. મુંબઈના પોશ એરિયામાં આવેલી આ બિલ્ડિંગ, જેમાં ઘણા વીવીઆઈપી રહે છે… બોલિવૂડના ઘણા સ્ટાર્સ છે.
આવી ઇમારતમાં આગમાંથી બહાર નીકળવાની સીડીઓ પર કેમ કોઈ સુરક્ષા નહોતી? આ પ્રશ્ન માત્ર સામાન્ય લોકો માટે જ નહીં, પરંતુ પોલીસ માટે પણ એક સમસ્યા છે. સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ ઘણો હંગામો થયો હતો. ઘરના તમામ લોકો ચીસો પાડી રહ્યા હતા. આમ છતાં હુમલાખોર કોઇના હાથે પકડાયો ન હતો. કડક સુરક્ષા છતાં હુમલાખોર કેવી રીતે ભાગી ગયો? જ્યારે હુમલો થયો ત્યારે બિલ્ડિંગમાં રક્ષકો શું કરી રહ્યા હતા? હુમલાખોર સૈફ અલી ખાન પર હુમલો કરવા માટે આવ્યો અને ગયો, પરંતુ આ સમય દરમિયાન ચોકીદારો શું કરી રહ્યા હતા, સવાલ હજુ પણ યથાવત છે?
કરીના કપૂરે પોલીસને એક નિવેદનમાં જણાવ્યું છે કે હુમલાખોરે ઘરમાંથી કંઇ ચોરી કરી નથી. દાગીના સામે પડ્યા હતા, પરંતુ હુમલાખોરે તેને હાથ પણ લગાડ્યો ન હતો. શું હુમલાખોરનો હેતુ ચોરી નહોતો કરી રહ્યો? ચોરી સિવાય અન્ય કોઇ હેતુ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે..?
મહાકુંભ 2025માં રશિયાથી 7 ફૂટ ઉંચા ‘મસ્ક્યુલર બાબા’ પહોંચ્યા, વાયરલ તસવીરે મચાવ્યો હંગામો
લોહીથી લથપથ પતિ સૈફ અલી ખાનને છોડી બહેન કરિશ્માના ઘરે શા માટે ગઈ હતી કરીના? સાચું કારણ સામે આવ્યું
‘દિલ્હીમાં ભાડૂતોને પણ મળશે મફત વીજળી’, અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત
સૈફ અલી ખાનને ઉપનગરીય બાંદ્રામાં સતગુરુ શરણ બિલ્ડિંગના ૧૨ મા માળે આવેલા તેના ઘરે ગુરુવારે હુમલાખોરે અનેક વખત છરીના ઘા માર્યા હતા. સૈફ અલી ખાનની હાલતમાં સુધારો થઇ રહ્યો છે અને તેને બેથી ત્રણ દિવસમાં રજા મળી જાય તેવી શક્યતા છે. ડોક્ટરોએ શનિવારે આ માહિતી આપી હતી. સૈફની ઇમરજન્સી સર્જરી કરનારા ડોક્ટરોએ બાદમાં તેની કરોડરજ્જુમાંથી તૂટેલી છરીનો 2.5 ઇંચનો ટુકડો કાઢી નાખ્યો હતો. ડોક્ટરોએ જણાવ્યું હતું કે જો છરી બીજા બે મિલિમીટરમાં ઘૂસી ગઈ હોત તો તેને ગંભીર ઈજાઓ થઈ હોત.