Helth Tips : ઉંમર, રોગો અને બદલાતા ખોરાકને કારણે વ્યક્તિનું વજન સતત વધતું જાય છે. વજન વધવું એ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિની સ્થૂળતા (Obesity) એટલી વધી જાય છે કે તે સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે. નિષ્ણાતોના મતે, કેલરીના વધુ પડતા સેવનથી શરીરમાં ચરબી જમા થાય છે, જે સ્થૂળતા તરફ દોરી જાય છે. સ્થૂળતાથી પીડાતા લોકોનો બોડી માસ ઇન્ડેક્સ 30 કે તેથી વધુ હોય છે. કોઈપણ વ્યક્તિ ઓનલાઈન કેલ્ક્યુલેટર (Online calculator) વડે તેમનો BMI શોધી શકે છે. આ માટે માત્ર લંબાઈ અને વજન જરૂરી છે. નિષ્ણાતોના મતે, મેદસ્વી લોકોમાં નીચેના રોગોનું જોખમ વધી શકે છે.
હાઇપરથાઇરોઇડિઝમ અથવા થાઇરોઇડ (Hyperthyroidism)
એક્સપર્ટના મતે જો તમને થાઇરોઇડની સમસ્યા હોય તો સૌથી પહેલા શરીરમાં જે વસ્તુ દેખાવા લાગે છે તે છે તમારું વધતું વજન. હાયપોથાઇરોડિઝમ ત્યારે થાય છે જ્યારે તમારી થાઇરોઇડ ગ્રંથિ ખૂબ ઓછી માત્રામાં હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. સાથે જ જો થાઇરોઇડ શરીરમાં વધારે પડતું હોર્મોન બનાવે છે તો વજનમાં વધારે ઘટાડો થવા લાગે છે. થાઇરોઇડ એક એવી સમસ્યા છે જેનો સામનો કોઈપણ ઉંમરની વ્યક્તિ, બાળકો અને નવજાત શિશુઓ પણ કરી શકે છે.
હાઈ બ્લડ પ્રેશર
સ્થૂળ લોકોને ઘણીવાર હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે. હાઈ બ્લડ પ્રેશર, જેને હાયપરટેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એવી સ્થિતિ છે જેમાં રક્ત વાહિનીઓમાંથી સામાન્ય કરતાં વધુ ઝડપથી વહે છે. હાઈ બ્લડ પ્રેશર હૃદય પર તાણ લાવે છે, જે રક્તવાહિનીઓને પણ નુકસાન પહોંચાડે છે, જેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક, કિડની રોગ અને મૃત્યુનું જોખમ વધે છે.
હૃદય રોગ
સ્થૂળતા હૃદય રોગનું જોખમ વધારે છે અને તે હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અથવા અસામાન્ય હાર્ટ રિધમ જેવી સમસ્યાઓ તરફ દોરી શકે છે. હાઈ બ્લડ પ્રેશર, લોહીમાં ચરબીનું અસામાન્ય સ્તર અને હાઈ બ્લડ શુગર હૃદય રોગનું જોખમ વધારી શકે છે. આવી સ્થિતિમાં, તમારા કુલ શરીરના વજનના 5 થી 10 ટકા ઘટાડવાથી હૃદય રોગ થવાનું જોખમ ઘટાડી શકાય છે. એટલે કે, જો તમારું વજન લગભગ 80 કિલો છે, તો તમારે 8-16 કિલો વજન ઘટાડવું જોઈએ. જેના કારણે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ લેવલ અને બ્લડ ફ્લો સુધારી શકાય છે.
ડાયાબિટીસ
જ્યારે લોહીમાં શર્કરા અથવા રક્ત શર્કરાનું પ્રમાણ ખૂબ વધી જાય છે ત્યારે ટાઇપ ૨ ડાયાબિટીસ થાય છે. ટાઇપ ૨ ડાયાબિટીઝવાળા ૧૦ માંથી ૮ લોકો વધુ વજનવાળા અથવા મેદસ્વી છે. સમય જતાં, હાઈ બ્લડ સુગર હૃદય રોગ, સ્ટ્રોક, કિડનીના રોગ, આંખની સમસ્યાઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. ટાઇપ-૨ ડાયાબિટીસના જાખમને ઘટાડવા માટે તમારા શરીરના કુલ વજનના ૫થી ૭ ટકા વજન ઘટાડીને દરરોજ કસરત કરવાની સલાહ આપવામાં આવે છે.
ઓસ્ટિઓઆર્થરાઇટિસ
ઓસ્ટિઓઆર્થરાઇટિસ એ ખૂબ જ સામાન્ય અને લાંબા સમય સુધી ચાલનારી સમસ્યા છે, જે સાંધાના દુખાવા, બળતરાનું કારણ બને છે. વધુ વજન અથવા મેદસ્વી હોવાને કારણે સાંધા અને કોમલાસ્થિ પર વધારાનું દબાણ આવે છે, જે ઓસ્ટિઓઆર્થરાઇટિસનું જોખમ વધારી શકે છે.
ફરીથી આકાશમાંથી તોફાન વરસશે, 15 ઓગસ્ટ સુધી ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
અચાનક વધી રહેલા વજનને કેવી રીતે નિયંત્રિત કરવું
અચાનક વજન વધવાના ઘણા કારણો હોઈ શકે છે. તેથી, કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા, તમારા ડોક્ટરની સલાહ લો અને શરીરની તપાસ કરાવો. તેમજ શરીરમાં કોઈ મોટી બીમારી હોય તો તે રોગની સારવાર કરાવવા માટે સમય કાઢો.