ઔષધીય ગુણોથી ભરપૂર છે આ જંગલી ફળ, ફાયદા જાણીને ખાવાનું શરૂ કરી દેશો!

Desk Editor
By Desk Editor
Share this Article

Life style News: આમ તો તમે ઘણા પ્રકારના ફળ ખાધા હશે. સિઝન પ્રમાણે ફળ ખાવા એ સ્વાસ્થ્ય માટે પણ સારી બાબત છે. પરંતુ આજે એવા ફળ વિશે વાત કરીશું જેના વિશે લગભગ ખૂબ ઓછા લોકો જાણતા હશે. અમે જે ફળની વાત કરી રહ્યા છીએ તે ફળનું નામ છે કાફલ. જે ઔષધીય ગુણોથી ભરપૂર છે.

ઊંચાઇવાળા વિસ્તારોમાં ઉગે છે કાફલ

કાફલ ફ્રુટ 4000થી 6000 ફીટ સુધીના ઉંચાઇવાળા વિસ્તારમાં ઉગે છે. મોટાભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પૂર્વી રાજ્ય મેઘાલય જેવા વિસ્તારોમાં જોવા મળે છે.

ફળનું વૈજ્ઞાનિક નામ…

કાફલનું વૈજ્ઞાનિક નામ બૉક્સ મર્ટલ છે. આ ફળ સ્વાદમાં થોડું ખાટું મીઠું લાગે છે. જે એન્ટિ ઑક્સિડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે સાથે જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

કાફલ ફળના સ્તર ઉપર ભૂરા અથવા તો કાળા રંગના ધાબા હોય છે. જેને મૉમ મૉર્ટિલ કહેવામાં આવે છે. આ ફળને ગરમ પાણીમાં ઉકાળીને મૉર્ટિલ મૉમ આસાનીથી અલગ કરી શકાય છે. જે અલ્સર જેવી બિમારી માટે ફાયદાકારક છે.

કાફલના ઝાડની છાલ પણ ઉપયોગી

ધોરણ 10 પાસ પછી પણ મળી શકે છે સરકારી નોકરી, પગાર પણ હશે શાનદાર, આ રહ્યા સ્કૉપ

આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઉથલપાથલ, 4 મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, જાણો ગુજરાતમાં કેટલો ભાવ છે

Ind vs Afg: જયસ્વાલ-દુબેએ ટીમ ઈન્ડિયાને અપાવી આસાન જીત, ભારતનો T20 સિરીઝ પર કબજો

કાફલના ઝાડની છાલનો પાવડર આંખની બિમારી અને માથાનો દુખાવો જેવી સમસ્યા માટે પણ કારગર છે. એટલું જ નહીં કાફલના ફૂલનું તેલ કાનમાં દુખાવો અને લકવા જેવી બિમારી માટે અસરકારક સાબિત થાય છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખજો કે, ઔષધી તરીકે ઉપયોગમાં લેતા પહેલા એકવખત એક્સપર્ટની સલાહ લેવી પણ જરૂરી છે.


Share this Article
TAGGED: