સફ્ફાન અન્સારી: બાળકો માટે કામ કરતી અનેક સંસ્થા વિશે તમે સાંભળ્યું હશે અને તમે પણ કદાચ બનતી મદદ કરી હશે. પરંતુ આજે જે સંસ્થા વિશે વાત કરવી છે એ છેલ્લા 23-23 વર્ષથી સેવાની સરવાણી વહાવી રહ્યા છે અને અમદાવાદથી છેક 3 રાજ્યમાં આ સારા કાર્યની સુવાસ ફેલાઈ છે. ત્યારે આવો જાણીએ અમદાવાદ અને ગુજરાતની જાણીતી સેવાભાવી સંસ્થા માનવ સાધના વિશે…
માનવ સાધનાની સ્થાપના 1995 કરવામાં આવી હતી. સંસ્થાની શરુઆતમાં કરી હતી ત્યારે 2થી3 બાળકો આ સંસ્થામાં જોડાયા હતા અને આજે 2000થી પણ વધારે બાળકો સેવાનો લાભ લઈ રહ્યા છે.
અમદાવાદમાં માનવ સાધના સંસ્થા 7 અલગ અલગ વિસ્તારમાં આવેલી છે. જ્યાં દરરોજ 2000 બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણમાં 1 થા 10 ઘોરણના ટ્યુશન કરાવામાં આવે છે. આરોગ્યનું પણ વિશેષ ઘ્યાન રાખે છે. દર મહિનાની 26 તારીખે અનાજની કિટ પણ આપવામાં આવે છે. વિના મૂલ્ય આ બઘી સેવાઓ પુરી પાડે છે.
સારી વાત તો એવી પણ છે કે ગુજરાત બહાર પણ સંસ્થા ચાલુ થઈ છે, ઉતરાખંડ, રાજસ્થાનમાં નાના સેન્ટરોની શરુઆત કરવામાં આવી છે. આ સંસ્થામાં 140 જેવા કાર્યકરો કામ કરી રહ્યા છે. જે વિસ્તારમાં સેન્ટરો છે ત્યાના જે કોલેજમાં ભણતા વિદ્યાર્થી સંસ્થામાં કામ કરે છે. અમુક સેવા કરે છે તો અમુક પગાર પર પણ રાખેલા છે.
સંસ્થાના ફાઉન્ડર વિરેન્દ્ર જોશીએ સંસ્થાના મૂળ વિશે વાત કરી હતી કે, અમેરિકામાં આવી સંસ્થા ચલાવવમાં આવતી હતી. ત્યારથી મને પણ કંઈક આવી જ સંસ્થા અમદાવાદમાં ચાલુ કરવાનો વિચાર આવ્યો અને 1995માં આ સંસ્થાની 3 બાળકો સાથે શરૂઆત થઈ હતી. અમેરિકામાં રહેતા આવી પ્રેરણા આજે હજારો બાળકોના જીવનમાં સુવાસ લાવશે એવી કલ્પના પણ નહોતી કરી. સંસ્થામાં દાન વિશે વાત કરીએ તો અમેરિકા અને ભારતમાંથી પણ વઘારે દાન આવે છે.
માનવ સાધના સંસ્થા માત્ર શિક્ષણ પુરતી જ સિમિત નથી રહી. શિક્ષણની સાથે સિલાઈ પણ શીખવાડવામાં આવે છે. ગરીબ વ્યકિતને રોજગાર માટે લારી, પેન્ડલ રીક્ષા ઓછી કિંમતે આપવામાં આવે છે.
મેચ રમવા જાય એટલે પહેલા બોલે જ આઉટ.. આ ત્રણ ક્રિકેટર્સનો 0 રન સાથે સૌથી વધુ વખત આઉટ થવાનો રેકોર્ડ
આ સંસ્થા શાહપુર, શંકરભુવન, ખોડિયાર નગર, બહેરામ પુરા, ગાંઘી વાસ સાબરમતી, નરોડા, ફતેહવાડી, જેવી જગ્યાએ આવેલી છે. અનેક લોકોનો સાથ સહકાર પણ મળી રહ્યો છે અને સેવા આગળ ધપી રહી છે.