અમદાવાદ: તાજેતરમાં જ અમદાવાદમાં રહેતા એક દિવ્યાંગ યુવકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે શ્રેષ્ઠ દિવ્યાંગ જન 2023નો નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. અમદાવાદમાં રહેતા દિવ્યાંગ જયને શ્રેષ્ઠ દિવ્યાંગ જનનો એવોર્ડ મળવા બદલ પરિવારમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ એવોર્ડ માત્ર અમદાવાદ માટે જ નહીં પરંતુ તમામ લોકોને પ્રરણા આપે છે.
જયના પિતા મહેશ ગાંગડિયા જણાવ્યું હતું કે, વર્લ્ડ ડિસેબલ ડે ના દિવસે જયને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે શ્રેષ્ઠ દિવ્યાંગ જન 2023નો નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. એવોર્ડ મળવા બદલ હર્ષની લાગણી અનુભવું છું. અમે જયને એડોપ્ટ કરેલ છે. જ્યારે એડોપ્ટ કર્યો ત્યારે જય નાનો અને સ્વસ્થ હતો. પરંતુ એક વખત તેને તાવ આવ્યો. જેમાં તેને શરીરમાં ખેંચ આવતા તે સેરેબ્રલ પાલ્સીનો ભોગ બન્યો.
સેરેબ્રલ પાલ્સીને લીધે તેને બોલવા-ચાલવાથી લઈને દરેક કામમાં તકલીફ પડવા લાગી. આમ તેનું શરીર 80 ટકા ડિસેબલ થઈ ગયું. મારી પત્ની સ્વાઇન ફ્લુને લીધે અવસાન પામ્યા બાદ જયની સંભાળ રાખવામાં મારે ખૂબ ધ્યાન રાખવું પડતું. પરંતુ નવાઈની વાત તો એ છે કે જયને પેઇન્ટિંગમાં ખૂબ રસ હતો. ત્યારથી તેની એક નવી દિશા તરફ પ્રગતિ શરૂ થઈ, જોત જોતામાં જયના ચિત્રોની લોકોએ ખૂબ પ્રશંસા કરી.
રાજ્યમાં વરસાદનું જોર યથાવત, હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદ અને વાદળછાયા વાતાવરણની કરી આગાહી
કાળજાળ મોંઘવારીમાં તમને મળશે 50 રૂપિયા સસ્તો ગેસ સિલિન્ડર, બસ ખાલી આટલું કરવાનું રહેશે
જયએ અત્યાર સુધીમાં 300થી વધુ પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. સાથે અનેક એક્ઝિબિશનમાં ભાગ પણ લીધો છે. જયનું માઈન્ડ ઇન્ટેલિજન્ટ છે. જેના લીધે તે દરેક કમ્પ્યુટર વર્ક કરી શકે છે. સાથે સાથે તે સમાજ સેવા પણ કરે છે. તેને કોરોના કાળ દરમિયાન પીએમ કેર ફંડમાં 5100 રૂપિયાનું અનુદાન પણ કર્યું હતું. અને હાલ તેને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શ્રેષ્ઠ દિવ્યાંગ જન 2023 નો નેશનલ એવોર્ડ મેળવ્યો છે.