Gujarat News: વલસાડમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં છિપવાડમાં હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી, ત્યારબાદ મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. આ આગ તિરુચિરાપલ્લી-શ્રી ગંગાનગર હમસફર એક્સપ્રેસમાં લાગી હતી.
આગ લાગેલી ટ્રેનના નંબર 22487-2298 છે. વલસાડથી સુરત તરફ જઈ રહી હતી. બોગીમાં બેસેલ 60થી વધુ મુસાફરોનો બચાવ થયો છે. જ્યારે આખી ટ્રેનમાં 2000થી વધુ મુસાફરો હોવાની વાત મળી રહી છે. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. વલસાડ રેલ્વે પોલીસ સહિત વલસાડ સીટી પોલીસ ની ટીમ દોડતી થઈ ગઈ છે.
#WATCH | Fire breaks out in Humsafar Express, which runs between Tiruchirappalli and Shri Ganganagar, in Gujarat's Valsad; no casualty reported till now pic.twitter.com/p5Eyb7VQKw
— ANI (@ANI) September 23, 2023
આગ કેવી રીતે શરૂ થઈ
કહેવાય છે કે આગ પહેલા જનરેટરમાં લાગી, પછી બોગી તરફ ઝડપથી ફેલાઈ. આ પછી, બોગીમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને ટ્રેનને ઉતાવળમાં રોકવામાં આવી હતી. ત્યારબાદ તમામ મુસાફરોને ઝડપથી નીચે ઉતારવામાં આવ્યા હતા. મુસાફરોમાં ભય સ્પષ્ટ દેખાતો હતો. કેટલાક મુસાફરો ટ્રેનમાંથી ભાગતા પણ જોવા મળ્યા હતા.
Fire broke out in train 22498 Tiruchchirappalli – Shri Ganganagar Humsafar Express near Valsad station #irctc #valsad #railway pic.twitter.com/CEsNJFkWm9
— Dhruv Raval (DM) 🇮🇳 (@DHRUV584) September 23, 2023
હાલમાં કોઇપણ પ્રકારના નુકશાનના સમાચાર નથી.તાજેતરની માહિતી મુજબ આ ઘટનામાં કોઇપણ પ્રકારના નુકશાનના સમાચાર નથી. આ આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. રેલવેના અનેક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે.
ગુજરાતીઓ હજુ વરસાદ ગયો નથી, આ 5 જિલ્લામાં આજે ધોધમાર ખાબકશે, નવી આગાહી તમારે જાણી જ લેવી જોઈએ
લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યો આખો અંબાણી પરિવાર, તસવીરોમાં જુઓ અનોખો જ અંદાજ
ગયા મહિને તામિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પર રામેશ્વરમ જતી ટ્રેનના ડબ્બામાં આગ લાગી હતી. 26 ઓગસ્ટના રોજ લખનઉથી રામેશ્વરમ જઈ રહેલી ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનના અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા.