Big News: પંચમહાલના કોટડા ગામની મહિલાએ કર્યો સામુહિક આપઘાત, 2 સંતાનો સાથે માતાએ કૂવામાં માર્યો કૂદકો, ત્રણેયનાં મોત

Desk Editor
By Desk Editor
Share this Article

Panchmahal News: રાજ્યમાં ફરી એકવાર સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. પંચમહાલના કોટડા ગામે મહિલાએ સંતાનો સાથે કૂવામાં કૂદકો માર્યો છે. 2 સંતાનો સાથે મહિલાએ સામુહિક આપઘાત કર્યો છે. ઘટનામાં 2 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવનાર માતાનું મોત થયું છે. પાણીમાં ડૂબી જવાથી બન્ને સંતાનોના પણ કમકમાટી ભર્યા મોત થયા છે.

કોટડા ગામના નિશાળ ફળિયામાં રહેતી પરિણીતાએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2 સંતાનો સાથે મહિલાની ગઇકાલ સાંજથી શોધખોળ ચાલી રહી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના વિભાગનો હવાલો સોંપાયો અન્ય મંત્રીને, આ નેતા સંભાળશે પંચાયત અને કૃષિ વિભાગનો હવાલો

સોનામાં રોકાણની સુવર્ણ તક… સોવરિન ગોલ્ડ બોન્ડની નવી શ્રેણી આજથી ખુલી, જાણો પ્રાઇસ બોન્ડ અને કેવી રીતે નફો કરવો?

આ સમગ્ર મામલાની જાણ પોલીસને થતા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ગમગીન છવાઈ જવા પામી છે. બંન્ને બાળકો સાથે માતાએ કૂવામાં મોતની છલાંગ પાછળનું કારણ શોધાવા પોલીસે તપાસ તેજ કરી છે.


Share this Article