Gujarat News: કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના વિભાગનો હવાલો અન્ય મંત્રીઓને સોંપાયો છે. રાઘવજી પટેલની નાદુરસ્ત તબીયતને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાઘવજી પટેલનો ચાર્જ બચુભાઈ ખાબડને પંચાયત અને કૃષિ વિભાગનો ચાર્જ સોંપાયો છે. રાઘવજી પટેલની નાદુરસ્ત તબિયતને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય મંત્રી કુંવરજી હળપતિને અન્ય વિભાગનો હવાલો સોંપાયો છે. વિધાનસભામાં મંત્રીની ગેરહાજરીમાં વિભાગના જવાબો આપવા ચાર્જ સોંપાયો છે. તમને જણાવી દઈએ કે, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. તેમને રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે.
બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ કરાઇ છે. મુખ્યમંત્રી સતત સંપર્કમાં છે. હાલ તબિયત સુધારા ઉપર હોવાની ડોક્ટર દ્વારા વિગતો અપાઈ છે..પસાયા બેરાજામાં ગત રાત્રે કાર્યક્રમ દરમિયાન તેઓને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો.