Big News: બનાસકાંઠાના રામભક્તનું અયોધ્યામાં દર્શન બાદ થયું મૃત્યુ, રામલલ્લાના દર્શન કર્યા બાદ અચાનક ઢળી પડ્યા

Desk Editor
By Desk Editor
Share this Article

Banaskantha News: અયોધ્યામાં ભગવાન શ્રી રામલલામા દર્શન કરવા ગયેલા ગુજરાતીનું હાર્ટ એટેકથી મોત થયું છે. એક દિવસ પહેલા આસ્થા ટ્રેનમાં અયોધ્યા જતા વડોદરાના ભક્તનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે. આ બીજા ગુજરાતી છે જે રામ મંદિરમાં દર્શન કર્યા બાદ હાર્ટ એટેક આવ્યો હોય.

દિયોદરના નોખા ગામના રામ ભક્ત ગોરધનભાઈ ઠાકોરનું અયોધ્યામાં હાર્ટએટેકથી નિધન થયું છે. અયોધ્યા રામ મંદિરમાં પહોંચી મંદિરમાં દર્શન કરી પરત આવતા હતા તે દરમિયાન ગોરધનભાઈને હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ અટેકથી ઢળી પડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટનાથી તેમના સાથી રામભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હાલ તેમના મૃતદેહને ગુજરાત લાવવાની કામગીરી ચાલુ છે. બનાસકાંઠાના દિયોદરના રામભક્તને રામના ધામમાં મોત મળ્યું.

નોખા ગામના 55 વર્ષીય ગોરધનભાઈ નાગજીભાઈ ઠાકોરનું મોત નિપજતા પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયો છે. દિયોદર તાલુકાના ભાજપના સંગઠિત કાર્યકરો 9 ફેબ્રુઆરીના રોજ પાલનપુરથી અયોધ્યા રેલ્વે મારફતે રામલલ્લાના દર્શન કરવા માટે ગયા હતા.

Big News: સુરતમાં મંદીમાંથી પસાર થઇ રહેલા હીરાઘસુને વધુ એક ફટકો, અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ, જાણો કારણ

બાય.. બાય… ઠંડી, અંબાલાલ પટેલની ભીષણ ગરમીની આગાહી, આ સપ્તાહથી જ ગરમીની થઈ જશે શરૂઆત, આ મહિનો ગુજરાત માટે આકરો

અમદાવાદીઓ વેરો ભરી દેજો! પ્રોફેશનલ ટેક્સ નહીં ભરનારા 400થી વધુને નોટિસ, 3 દિવસમાં રૂ. 50 લાખનો વેરો કરાયો વસૂલ

અત્રે ઉલ્લેખનીય છે કે, હજી એક દિવસ પહેલા જ વડોદરાના રામ ભક્તને ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો હતો. આસ્થા ટ્રેનથી અયોધ્યા જતા વડોદરાના ભાવિકને ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો હતો. વડોદરાના રમણભાઈ પાટણવાડીયાનું હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે.


Share this Article