Gujarat News: રાજ્યમાં એન્ટિકરપ્શન બ્યૂરો એસીબી દ્વારા ભ્રષ્ટાચાર આચરતાં મોટા મગરમચ્છો પકડવામાં કારણ ગમે તે હોય, પણ ઢીલું વલણ દાખવવામાં આવે છે અને વર્ગ-3 તથા વર્ગ-4ના નાના કર્મચારીઓની ગેરરીતિ પકડવામાં જોશ બતાવવામાં આવે છે. આ તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષમાં વર્ગ-1ના 16 અને વર્ગ-2ના 57 અધિકારીઓનો ભ્રષ્ટાચાર જ પકડવામાં આવ્યો છે. બાકીના 264 નાના કર્મચારીઓ પકડાયા છે.
બુધવારે વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રીએ પ્રશ્નોત્તરી દરમિયાન પુછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં એવી વિગતો આપી હતી કે. એસીબી તંત્ર દ્વારા 2022માં અને 2023માં વર્ગ-1ના અનુક્રમે 9 અને 7 અધિકારઓનો ભ્રષ્ટાચાર પકડી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જ્યારે આ બે વર્ષમાં વર્ગ-2ના અનુક્રમે 28 અને 29 અધિકારીઓનો ભ્રષ્ટાચાર પકડી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
ખાલી પેટ ઘી ખાવાના અદ્ભુત ફાયદાઓ, તમારો ચહેરો ચમકશે અને તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે, જાણો વધુ
જ્યારે વર્ગ-3ના 247 અને વર્ગ-4 ના 16 મળીને કુલ 264 જેટલા નાના કર્મચારીઓ ગેરરીતિ કરતાં તંત્ર દ્વારા પકડાયા છે. આ તંત્ર તરફથી નાની માછલીઓ પકડવામાં જેટલું જોર લગાવાય છે, તેટલું જોર મોટા મગરમચ્છો પકડવામાં લગાવાતું નથી. તંત્ર દ્વારા ઉક્ત બે વર્ષમાં કોઈ સનદી અધિકારીઓનો ભષ્ટાચાર પકડવામાં આવ્યો નથી.